Abtak Media Google News
  • યુવાન પર સિંહે હુમલો કર્યાની ઘટના સામે આવી
  • વન વિભાગ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

માંગરોળ ન્યુઝ : માંગરોળમાં યુવાન પર સિંહે હુમલો કર્યાની ઘટના સામે આવી છે . રાત્રિના સમયે ઘરમાં લાઇટ જતા ફળિયામાં આરામ કરી રહેલ યુવાન પર સિંહે હુમલો  કરતા  ઈજાગ્રસ્ત થયો છે .  શેરીયાજના પટ્ટી સિમ શાળા વિસ્તારમાં સમગ્ર ઘટના બની છે . યુવાનને મોઢા પર ગંભીર ઇજાઓ થતા  ઈજાગ્રસ્તને પ્રથમ માંગરોળ અને ત્યારબાદ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો . વારંવાર વિસ્તારમાં સિંહ આવી ચડવાની ફરિયાદો ઉઠી છે.  સિંહને પકડવા લોકોની માંગ ઉઠી છે ત્યારે  વન વિભાગ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે .

નીતિન પરમાર

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.