મન હોય તો માળવે જવાય…
આધુનિક ઢબથી ખાટલામાં વિવિધ ભાતથી દોરી ભરી કરે છે કુટુંબનું ભરણપોષણ
માંગરોળમાં મૂળ કચ્છ ભુજ ના રાપર પાસેના ગામના રહેવાસી શરીરે અપંગ હોવા છતાં પોતાના સાત માણસોનું ગુજરાન ચલાવે છે જે આધુનિક ઢબથી દોરીઓ થી ખાટલા ભરવા ખાટલીઓ ભરવા સિવાયની અનેક નાના મોટી પ્રવૃત્તિ કરી પોતાની રોજગારી મેળવે છે.
ખાટલાઓમાં દોરી ભરતા અલગ અલગ ડિઝાઇનો પાડી લોકોના મન મોહિત કરી આપે તેવા ડીઝાઈનો ચીતરી આપે છે જે ડિઝાઇનોમાં ફૂલ ઝાડ કુદરતી દ્રશ્ય જાનવરોના દ્રશ્ય માણસો સહિતની કલાકારીગીરી આ દોરીથી ભરવામાં આવે છે જોકે આ વ્યવસાય પોતાના પિતાશ્રી પણ અપંગ હોય જેને વારસાઈમાં આ ધંધો શીખી હાલ સાત એક માણસનું કુટુંબ પોતે ચલાવે છે અને મોટી સંખ્યામાં કે અલગ અલગ રીતે કોન્ટેક્ટ થાય તો અલગ અલગ ગામમાં પોતાની કલાક કારીગરી બતાવી લોકોને કામ આપે છે.
મૂળ કચ્છભુજ ના રાપર પાસેના ગામના રબારી માલધારિ સમાજ પરિવારનો નાના એવા ગામમાંથી આવી પોતાની કામગીરીથી લોકોને મોહિત કરે છે અને સાથે રોજી રોટી પણ કમાય છે એક વિકલાંગ વ્યક્તિ પોતાના પરિવાર નાં સાત લોકોનું ભરણ પોષણ કચ્છભુજ ના રાપરથી આવેલા કારીગરની માંગરોળમાં અબતક રિપોર્ટર નીતિન પરમાર સાથેની વાતચીત એક વિકલાંગ વ્યક્તિ કેજે ખાટલાઓ દોરીથી ભરીને પોતાના ઘરનાં સાત લોકોનું ગુજરાન ચરાવી રહ્યા છે તો આવો જોઇએ આ વિષેશ અહેવાલ કચ્છ ના રાપર તાલુકાના વતની હાલ જુનાગઢનાં માંગરોળમાં ખાટલાઓમા દોરી ભરવા પોતાનું પેટીયું રળવા માટે આવતા તેની જી એસ ટીવી એ મુલાકાત લેતાં હકીકત જણાવી રહ્યા છે
પોતે વિકલાંગ છે અને ખાટલાઓમા દોરીઓ ભરી અલગ અલગ ડીઝાઇન બનાવી મજુરી કરી પોતાનું ઘર પરિવારમાં સાત લોકોનું ગુજરાન ચલાવે છેપોતે બાર પાસ પણછે અને 80 ટકા અપંગતા છે પરંતુ નોકરી ન મળતાં પોતાની આપસુજીથી ખાટલાઓ ભરીને પોતાનાં પરિવાર નાં સાત સાત લોકોનું ગુજરાન ચલાવે છેતેમની મુલાકાત લેતાં પોતાની વાત અબ તકના રિપોર્ટર નીતિન પરમાર સાથે આપવિતી વર્ણન કરતાં કહ્યું કે હું 12 પાસ છું અને અનેક વખત નોકરીઓમાં ઇન્ટરવ્યૂ આપવા જઈ ચૂક્યો છુંછતાં કોઈ નોકરી ન મળતા મેં આ ગૃહ ઉદ્યોગ અપનાવ્યો છેજયારે તેઓ રાપરથી માંગરોળ સુધી ખાટલાઓમા દોરીઓ ભરવા આવેછે અને ભરત ચિત્કાર સહીત અનેક હુન્નરો કરીને પોતાનું તેમજ તેમના કુટુંબનું ભરણપોષણ કરે છે.