માંગરોળ સમાચાર
માંગરોળના મદ્રેસામાં બાળકો સાથે મૌલાના ખરાબ કૃત્યો કરી, બાળકોને મારી નાખવાની ધમકી આપતો હતો તેવી રાવ પોલીસ દફતરે નોંધાતા માંગરોળ પોલીસે આ ગંભીર બાબતે જિલ્લા પોલીસ વડા, માંગરોળ ડી.વાય.એસ.પી.ના માર્ગદર્શન હેઠળ આરોપીને સુરત માંથી શોધી લાવી, પૂછપરછ અને તપાસ આદરી છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે બહેને જઈ માંગરોળ પો.સબ.ઇન્સ. એસ.એ. સોલંકીને રજુઆત કરેલ કે, માંગરોળ વેરાવળ બાયપાસ પર આવેલ એક મદ્રેસામાં બાળકો પર મૌલાના રાત્રીના સમયે ખરાબ કામ કરે છે, ત્યારે આ ગંભીર બાબતે માંગરોળ પી.એસ.આઈ. માંગરોળ પોલીસ સ્ટાફ તેમજ માંગરોળના બે મુસ્લિમ આગેવાનોને સાથે રાખી, મદ્રેસા ખાતે જઇ ખરેખર આવુ બનેલ છે કે કેમ ? તે બાબતે બાળકોને મળી તપાસ અને પુછપરછ કરેલ, ત્યારે સદર બનાવ બનેલાનું કુલ -10 બાળકોએ પોતાની આપવીતી જણાવેલ. જેથી બાળકોનું ભવિષ્ય ખરાબ ના થાય તે માટે મદ્રેસાના બે ઉસ્તાદને સાથે રાખી બાળકોને તેઓના વાલી સાથે પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા, જેમાથી સતર વર્ષનું બાળક તમામ વિગતોથી વાકેફ હોય જેથી આ બાબતે માંગરોળ પો.સબ.ઇન્સ. એ તે સતર વર્ષના બાળકને તેના વાલી તથા તેની માતાને સાથે રાખી બાળકની ફરીયાદ લીધેલ હતી.
આ ફરિયાદમાં બાળકે જણાવેલ કે, મદ્રેસાના મૌલાના અબ્બાસ સમેજા જે મદ્રેસામાં પઢવા જતા અન્ય બાળકો તેમજ પોતાની સાથે પાણી ભરવાના બહાને બોલાવી અડપલાઓ કરે છે, તેમજ દુષ્કર્મ કરે છે.
તથા આ બાબતે મદ્રેસાના ટ્રસ્ટી મુફ્તી દાઉદ ફકીરાને રજુઆત કરતા તેમણે આ બાબતે કઇ કાર્યવાહી કરેલ ના હોય, તેમજ મૌલાના અબ્બાસ જે દુષ્કર્મ તેમજ અડપલાઓ કરતા તે બાબતે કોઇને જાણ કરશે તો ફાંસી આપી મારી નાખવાની ધમકી આપેલ હતી. તેમજ મદ્રેસાના અન્ય ઉસ્તાદ એ સદર બાળકને તેની માતા સાથે વાત કરાવવા ફોન આપેલ અને બાળકે ફોન કરી તેની માતાને જાણ કરતા, તે મૌલાનાને પણ મુફ્તી સાહેબે લાકડીથી મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ તેના પાસેથી લખાણ કરાવી અને સદર બનાવમાં ગુન્હો દાખલ કરવાની વાત મુફ્તી સાહેબને ખબર પડતા મુફ્તી સાહેબે મૌલાના અબ્બાસને ભગાડી દિધેલ છે.
આરોપીનો મોબાઇલ નંબર મળતા તેનું લોકેશન ચેક કરતા આરોપી સુરત ખાતે ઝડપી લીધો છે.
મદ્રેસાની મુલાકાત લેતા એસ.પી. હર્ષદ મહેતા
માંગરોળના આ ગુન્હાની ગંભીરતા સમજી જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સદર ગુન્હા સ્થળે પોતાની ટીમ સાથે પહોંચી, મદ્રેસાની મુલાકાત લઇ બાળકોને મળી પૂછપરછ કરેલ. તેમજ બાળકોના વાલીઓને પણ મળેલ અને તેઓને સાંત્વના આપેલ તથા આ ગુન્હા બાબતે તટસ્થ તપાસ કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી, તે સાથે ત્યાં હાજર બાળકોને જાતીય સતામણી, પોતાની સલામતી અને સુરક્ષા માટે યોગ્ય માર્ગદર્શન આપી, ફરીયાદમા દર્શાવેલ બાળકોના ભવિષ્ય તેમજ તેની કારકિર્દી વેડફાઇ નહી તે માટે તેના વાલીઓ સાથે યોગ્ય પરામર્શ કરેલ.જુનાગઢ પોલીસ તમામ બાળકો સાથે છે.અને તેની સલામતી અને ન્યાય માટે પુરતા પ્રયત્નો કરી ગુનેગારો વિરુધ્ધ કડક મા કડક કાર્યવાહી કરશે તેવી ખાત્રી આપી, ત્યાં હાજર આગેવાનોને પણ આ બનાવની ગંભીરતાની સમજ કરી બાળકોનું ભવિષ્ય ના વેડફાઇ અને બાળકોના માનસ ઉપર એની નકારાત્મક અસર ન થાય તે માટે બાળકો તેમજ વાલીઓને પુરતી મદદ કરવા અપીલ કરેલ ત્યારે આગેવાનો એ પણ પોતે ખાત્રી આપેલી