જુનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકાના દીવાસા ગામે આવેલા પથ્થરની ખાણના બે ભાગીદારો ગત તારીખ 2 ના રોજ ખાણો પર સુતા હતા તે સમયે એક ભાગીદાર દ્વારા તેના સાથે ભાગીદાર પર અચાનક ધોકા પાઇપ વડે મારમારી ગંભીર ઈજા પહોંચાડતા તેને સારવાર માટે જુનાગઢ બાદ અત્રેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે. ભલા મામલે પોલીસે ભાગીદાર સામે ગુનો નથી તેની શોધ ખોળ હાથ કરી છે.
ચાર દિવસ પૂર્વે ખાણે સૂતા હતા ત્યારે માર મારતા ગંભીર રીતે ઘવાતા સારવારમાં મોત થતાં બનાવ હત્યામાં પલટાયો
બનાવ અંગેની મળતી માહિતી મુજબ માંગરોળના મીતી ગામે રહેતા લક્ષ્મણભાઈ માલદેવભાઈ ઓડેદરા નામના 47 વર્ષીય યુવાન દિવાસા ગામે કેશુભાઈ અરસી નામના સાથે ભાગીદારીમાં છેલ્લા 25 વર્ષથી પથ્થરની ખાણ ધરાવે છે જેમાં ગત તા.2 ના રોજ પોતાનો પર બંને ભાગીદારો સાથી સ્ટાફ સાથે રાત્રિના સુતા હતા તે સમયે કેશુ અરસી વદર દ્વારા લક્ષ્મણભાઈ પર ધોકા વડે માર મારતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ બાદ તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન આજરોજ મોતની પચતા બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવની જાણ પોલીસને થતા પોલીસના હોસ્પિટલે દોડી આવ્યો હતો અને પ્રાથમિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે બંને ભાગીદારો રાત્રીના સુતા હતા તે સમયે કશું લક્ષ્મણભાઈ પર ધોકા વડે તૂટી પડ્યો હતો.જ્યારે તેને મહેતાજી રવી પરમાર જોઈ જતા તેમને સારવાર માટે ખસેડ્યા હતા.હાલ પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે .