આપણાં સમાજ માં લગ્ન થાઈ એટ્લે પતિ પોતાના હાથે તેના પત્નીને મંગલસુત્ર પહેરાવે છે. તેના નામ ની જેમ જ મંગલસુત્ર કોઈ પણ સ્ત્રી માટે સુહાગણ નું પ્રતિક છે. આજકાલ મંગલસૂત્ર ઘણી ડીઝાઇન માં ઉપલબ્ધ છે. પરંતુ શું તમે મંગલસૂત્ર નું મહત્વ જાણો છો. મંગલસૂત્ર સાથે કેટલીક ખાસ વાતો જોડાયેલી છે.
એક સ્ત્રી ને સુહાગ ના પ્રતિક ના રૂપ માં તેને માથા થી લઈને પગ સુધી ઘરેણાઓ થી સજાવી દેવામાં આવે છે. સુહાગ ના આ પ્રતીકો માં મંગલસુત્ર. અને સિંદુર પછી ખાસ છે તે લગ્ન ની રસમો ના સમયે મંગલસુત્ર પહેરાવીને પુરુષ સ્ત્રી ને પોતાની અર્ધાંગિની બનાવે છે. અને સ્ત્રી ને પોતાના દામ્પત્ય જીવન પર પડવા વાળી દરેક ખરાબ નજર થી બચાવવા માટે આ કાળા મોતીનું મંગલસુત્ર પહેરાવે છે. તો ચાલો જાણીએ મંગલસુત્ર સાથે જોડાયેલી અમુક બાબતો.
મંગલ સુત્ર પરણીત મહિલા ઓ પહેરે છે. કહેવાય છે કે સુહાગની નીશાની છે. મંગલ સુત્ર નો મતલબ એમ થાય છે કે મંગલ એટલે સારુ અને સુત્ર એટલે મંત્ર. મંગલ સુત્ર ગળામા પહેરવામા આવે છે તેથી હૃદય માં રક્ત પરિભ્રમણ કાયદેસર કરવા માટે મદદ કરે છે અને હૃદય ને લગતા રોગો ટાળે છે. મંગલ સુત્ર મહિલા ને વધુ સુંદર અને ભવ્ય બનાવે છે.
મંગલસુત્ર નું મહત્વ:
દરેક જગ્યાએ મંગલ સૂત્ર અલગ અલગ જોવા મળે છે. છે. મહારાષ્ટ્ર માં અલગ પ્રકારના મંગલસૂત્ર પહેરવામાં આવે છે. અને દક્ષિણ ભારત માં પણ અલગ. પરંતુ મંગલસૂત્ર પહેરવાના કારણો બધી જગ્યાએ એકજ હોય છે. પતિની લાંબી ઉમર ની કામના અને ખરાબ નજર થી તેમનો બચાવ કરે છે.તેને અલગ અલગ નામો થી પણ ઓળખવામાં આવે છે. પરંતુ તે બધાનો અર્થ એક જ છે.
સોનું પહેરવું જરૂરી છે:
સોનામાં ગુરુ ગ્રહ નો પ્રભાવ રહેલો હોય છે. આ ગ્રહ લગ્ન જીવનમાં ખુશહાલી, સંપત્તિ અને જ્ઞાન નું કારક હોય છે. આ ગ્રહ ધર્મ નું પણ કારક છે. માટે સોનું પહેરવું જોઈએ. સોનું પહેરવાથી સકારાત્મક ઉર્જા નું ઉત્સર્જન થાય છે અને હ્રદય માટે પણ બહુ ફાયદાકારક હોય છે. ગળામાં સોનું પહેરવાથી સ્ત્રી નું ઇમ્યુઇન સીસ્ટમ મજબૂત બને છે. માટે સોનું પહેરવાથી ફાયદો થાઈ છે.