સોમવારે દિવાળી: વિક્રમ સવંત 2078ની વિદાય
દિવાળી એટલે ખુશીઓનો તહેવાર જીવનમાં આનંદનું અજવાળુ કરવાનો અવસર દિવાળી એટલે આતો પ્રકાશનો પર્વ માનવામાં આવે છે. દિવાળીએ હિંદુ ધર્મનો મહત્વનો તહેવાર આવવામાં આવે છે. હિંદુ પંચાગના પ્રમાણે નવા વર્ષના ખુશી ખુશી વધામણા કરવામાં આવે છે. પુરા વર્ષ દરમ્યાન તમામ દુ:ખને ભૂલોને નવા વર્ષમાં હરખ ભરે હિંદુ ઉજવણી કરે છે. માનવીની અંદર રહેલા દુગુણો પર સદગુણોના વિજય ના પ્રતિક રૂપે માટીના નાનકડા કોડીયામાં દીવા કરી રોશની કરવામાં આવે છે. દિવાળી પર્વ બધા જ તહેવારમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. હિંદુ પંચાગ પ્રમાણે નવા વર્ષનો પ્રારંભ થાય છે. નવા વર્ષમાં દિવા પ્રકાશ જેવો ઉજાસ પાથરે છે. કાલેથી દિવાળીના તહેવારની શરુઆત થાય છે. તા. ર1 ને શુક્રવારે એકાદશી અને વાઘ બારસને પર્વ છે. આસો મહિના કૃષ્ણપક્ષની ની એકાદશીને રમા એકાદેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દિવાળીને ચાર દિવસે પૂર્વ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.
દિવાળીનો તહેવાર એટલે રંગો અને રોશની નો તહેવાર
પર્વોની શ્રેણી દિપાવલીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પર્વને લઈ રાજકોટ માંપર્વને અનુરૂપ વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ વધવા પામ્યું છે. હાલ બજારમાં વિવિધ રંગોની સાથે સાથે રંગોળી બનાવવા માટેના તૈયાર ફર્મા પણ મળી રહ્યા છે. તેમજ રંગોળી પુરવા માટે રોલર પણ બજારમાં મળતા થયા છે. આ રોલરમાં વિવિધ પ્રકારના રંગ ભરી જે-તે જગ્યાએ ઓછી મહેનતે વધુ ઝડપથી આકર્ષક રંગોળી બનાવી શકાય છે. દિપાવલી પર્વ નજીક આવતા બજારમાં રંગો તેમજ રંગોળીના તૈયાર ફર્માની ખરીદી વધવા પામી છે.
હાલ બજારમાં રંગોળીના તૈયાર ફર્મા રૂા.40 થી 150 સુધીના તેમજ વિવિધ રંગો રૂા.20 થી લઈને રૂા.50 સુધીના વેપારીઓ દ્વારા વેચાણ અર્થે મુકાયા છે. જેમ જેમ પર્વ નજીક આવશે તેમ તેમ વધુ ખરીદી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.
તિથિનો ક્ષય હોવાથી એકાદશી અને વાઘ બારસ સાથે
આસો વદ અગીયારસને શુક્રવાર તા. ર1-10-22 ના દિવસે રમા એકાદશી છે અને આજ દિવસે પંચાગ તથા જયોતિષ ના નિયમ પ્રમાણે વાઘ બારસ પણ ઉજવાશે અને દિપાવલીના મહાપર્વનો પ્રારંભ થશે. રમા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્યકર્મ કરી ત્યારબાદ નિત્ય પુજા કરી અને ત્યાર પછી બાજોઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી અને ચોખાની ઢગલી કરી તેના ઉપર ભગવાન લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની છબીની સ્થાપના કરવી દિવો કરવો ચાંદલો ચોખા અબીલ ગુલાલ કંકુ અર્પણ કરવા નૈવેદ્ય માં કેળા ખાસ ધરાવા આરતી કરવી અને અગીયારની કથા વાચવી આખો દિવસ ઉ5વાસ અથવા એકટાણુ રહેવું આમ રમા એકાદશીનું વ્રત કરવું આ દિવસથી ઘરની બહાર આગણે રંગોળીની શરુઆત કરવી.
રમા એકાદશી ના દિવસથી અયોઘ્યા વાસીઓને રામ ભગવાન પરત આવવાના છે તે ખબર પડી હતી આથી આ દિવસથી રંગોળી કરવાની શરુઆત થાય છે.
આજ દિવસે નિયમ પ્રમાણે વાઘ બારસ ઉજવાશે.
વાઘ બારસના દિવસે ગાયની પુજા કરવી અને ગાયને શણગાર કરી લીલુઘાસ ખવરાવું.
વાઘ બારસના દિવસે યશોદા માતાએ શ્રી કૃષ્ણ ભગવાનને પહેલીવાર ગાયના દર્શન કરાવેલા. આ દિવસે પતિ અને પત્નીએ સાથે બેસી અને શ્રી કૃષ્ણભગવાન તથા એક સોપારી ને નાડાછડી વીટી તેમાં રૂક્ષ્મણીજીનું આવાહન કરી અને શ્રી કૃષ્ણ ભગાવન અને રૂક્ષ્મણીજીનું પુજન કરવું પુજન કરવાથી દામ્પત્ય જીવનમાં મીઠાસ આવશે.
– શાસ્ત્રી રાજદીપ જોષી