શું છે 5-G?શું અસર કરશે?
5-Gની રેસમાં 4 મોટી કંપનીઓ જોડાઈ
5જી સ્પેક્ટ્રમની હરાજી પ્રક્રિયા આજથી શરૂ થઇ છે. જેમાં રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને અદાણી જેવી ચાર જાયન્ટ કંપનીઓએ બોલી લગાવવાની શરૂ કરી છે. આ દરમિયાન રૂ. 4.3 લાખ કરોડના 72 ગીગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ માટે બિડ કરવામાં આવશે. બિડિંગ પ્રક્રિયા આજે સવારે 10 વાગ્યાથી શરૂ થઇ છે.
5જી નેટવર્ક એ નેક્સ્ટ જનરેશનનું મોબાઇલ નેટવર્ક છે. તે એક નવી વૈશ્વિક વાયરલેસ સિસ્ટમ છે જે મુખ્યત્વે ત્રણ બેન્ડમાં કાર્ય કરે છે. 5જી સાથે ટેલિકોમ સેવાઓ વધુ સારી બનશે. તે ગ્રાહકોની સાથે ઔદ્યોગિક ક્રાંતિ લાવીને વ્યવસાયોમાં પણ પરિવર્તન લાવશે. ટેલિકોમ્યુનિકેશન વિભાગને 5જી સ્પેક્ટ્રમની હરાજીથી રૂ. 70,000 કરોડથી રૂ. 1,00,000 કરોડ સુધીની આવક થવાની ધારણા છે.
ઇન્ટરનેટ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાશે, હવે 3થી 6 મહિનામાં જ 5-G સેવા સામાન્ય લોકો સુધી પહોંચશે: 5-Gમાં 4ૠ કરતા 10 ગણી સ્પીડ મળશે
સૂત્રોએ જણાવ્યું હતું કે હરાજીની પ્રક્રિયા કેટલો સમય ચાલે છે તે સ્પેક્ટ્રમ માટે આવનારી બિડ્સ અને બિડર્સની વ્યૂહરચના પર આધારિત છે. ઉદ્યોગને આશા છે કે હરાજીની પ્રક્રિયા બે દિવસ સુધી ચાલશે અને સ્પેક્ટ્રમનું વેચાણ અનામત કિંમતની આસપાસ થશે. ચાર કંપનીઓએ 21,800 કરોડની એડવાન્સ રકમ જમા કરાવી છે. સ્પેક્ટ્રમની હરાજી માટે 10 પ્રકારના બેન્ડ ઉપલબ્ધ થશે.સ્પેક્ટ્રમ ખરીદ્યા પછી 03 થી છ મહિનામાં 5જી સેવા શરૂ થશે. 5જીથી એક કિલોમીટરની ત્રિજ્યામાં 10 હજાર ડિવાઇસ કનેક્ટ થઈ શકશેજ્યારે એક કિલોમીટરની ત્રિજ્યામાં 04 હજાર ઉપકરણોને 4જી નેટવર્ક સાથે જોડી શકાય છે
બ્રોડબેન્ડની પહોંચ 800 મિલિયન ગ્રાહકો સુધી છે, આ સમયે 5જીની ખાસ વિશેષતાઓ છે 5જી ની ઈન્ટરનેટ સ્પીડ 5જી કરતા 10 ગણી વધારે હશે 5જી નેટવર્ક 3જી કરતા 30 ગણી ઝડપી હશે. 5જી નેટવર્ક સ્પીડ 10 હજાર એમબીપીએસ સુધી રહેશે. હાલના 4જી નેટવર્કમાં 200 એમબીપીએસ સ્પીડ ઉપલબ્ધ છે. 5જી નેટવર્કની સરેરાશ સ્પીડ 200 થી 400 એમબીપીએસ હશે. 5જીમાં 05 સેક્ધડમાં 2 જીબી મૂવી ડાઉનલોડ થશે. મેટાવર્સ જેવી વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજી 5જી સેવાઓના આગમન સાથે મોટા પ્રમાણમાં સમૃદ્ધ થશે.
સૌ પ્રથમ આ શહેરોમાં સેવા શરૂ થશે
દેશમાં 5જી સેવા સૌપ્રથમ દિલ્હી, લખનૌ, ચંદીગઢ, ગુરુગ્રામ, અમદાવાદ, કોલકાતા, જામનગર, ગાંધીનગર, હૈદરાબાદ, મુંબઈ, પુણે, બેંગ્લોર અને ચેન્નાઈમાં શરૂ થશે.
અહીં ચાલી રહી છે ટ્રાયલ
સરકાર વતી, ટીઆરએઆઈ દેશમાં 5જી સેવાની ટ્રાયલ કરી રહી છે. હાલમાં આ ટ્રાયલ ભોપાલ, ગુજરાતના કંડલા પોર્ટ, બેંગલુરુ મેટ્રો અને દિલ્હીના એરપોર્ટ પર કરવામાં આવી રહી છે.
હાલમાં આ દેશોમાં 5-G સેવા ઉપલબ્ધ છે
હાલમાં ચીન, યુએસએ, દક્ષિણ કોરિયા, યુકે, સ્પેન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયા, ઇટાલી, ફ્રાન્સ, થાઇલેન્ડ અને સ્વીડનમાં ઉપલબ્ધ છે.
રિલાયન્સ જિયો અને એરટેલનું નેટવર્ક તૈયાર, બસ સ્પેક્ટ્રેમની રાહ
રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ દાવો કરે છે કે તેમનું 5જી નેટવર્ક સંપૂર્ણપણે તૈયાર છે અને સ્પેક્ટ્રમ મેળવવાની રાહ જોઈ રહ્યું છે. સ્પેક્ટ્રમ મળ્યા પછી, 5જી સેવા ટૂંકી શક્ય સમયમાં શરૂ કરવામાં આવશે.
રિલાયન્સ જિયોએ સૌથી વધુ એડવાન્સ રકમ જમા કરી
ટેલિકોમ્યુનિકેશન વિભાગના જણાવ્યા અનુસાર, રિલાયન્સ જિયોએ રૂ. 14 હજાર કરોડ, ભારતી એરટેલે રૂ. 5,500 કરોડ, વોડાફોન આઇડિયાએ રૂ. 2,200 કરોડ અને અદાણી ડેટા નેટવર્ક્સે રૂ. 100 કરોડ જમા કરાવ્યા છે.અદાણી જૂથ તેના બિઝનેસમાં સ્પેક્ટ્રમનો ઉપયોગ કરશે.
અદાણી ગ્રુપ સ્પેક્ટ્રમનો ઉપયોગ તેના બિઝનેસ માટે જ કરશે
પ્રથમ વખત સ્પેક્ટ્રમ ખરીદવા જઈ રહેલા અદાણી ગ્રુપનું કહેવું છે કે તે હજુ ક્ધઝ્યુમર બિઝનેસમાં પ્રવેશ કરશે નહીં. અદાણી ગ્રુપનું કહેવું છે કે આ હરાજીમાં ખરીદવામાં આવેલા સ્પેક્ટ્રમનો ઉપયોગ એરપોર્ટથી લઈને બંદરો સુધી તેના બિઝનેસ માટે કરવામાં આવશે.
સ્પેક્ટ્રમની 20 વર્ષ માટે હરાજી કરવામાં આવશે
સ્પેક્ટ્રમની હરાજીમાં 600 મેગાહર્ટ્સ 700 મેગાહર્ટ્સ, 800 મેગાહર્ટ્સ, 900 મેગાહર્ટ્સ, 1,800 મેગાહર્ટ્સ, 2,100 મેગાહર્ટ્સ, 2,300 મેગાહર્ટ્સ અને 3.30થી 3.67 ગીગાહર્ટ્સથી લઈને 26 ગીગાહર્ટ્સ સુધીના બેન્ડની હરાજી થશે. આ હરાજી 20 વર્ષ માટે કરવામાં આવશે.