ઠાણાંગ સૂત્ર – પ્રેરણા સાક્ષીભાવ વિશેષાંક વિમોચન વિધિ
શ્રી હિંગવાલાબેન મોટા ઉપાશ્રય- ઘાટ કોપરના આંગણે ચૈત્રી આયંબિલ ઓળી પર્વ પ્રસંગે પ્રથમવાર ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરગુરૂદેવ પધારતાં હોઇ અનેરો ધર્મોલ્લાસ છવાયો છે.
જશાપરમાં પ્રાથમિક શાળા, રાજકોટમાં શિશુમંદિર શાળા અને હાઇસ્કૂલ, જૈન બોર્ડિંગ, મહાવીર ભવન, વિરાણી બહેરા-મૂંગા શાળા, ધરમપુરમાં અતિ આધુનિક નિદાન કેન્દ્ર, ડાયાલીસિસ સેન્ટર, સુરત અને કલ્યાણમાં ઉપાશ્રયના અનુગ્રહ પ્રદાતા પૂ.ધીરગુરૂદેવ તા.26-3ને રવિવારે સવારે 7-45 કલાકે ઉર્વિશભાઇ વોરા, સિંધુબાગ, તિલક રોડ ખાતેથી સકલ સંઘ સહિત પ્રવેશ સ્વાગત યાત્રાનો પ્રારંભ થશે. મોટા ઉપાશ્રયે મંગલ પાઠ બાદ નવકારશી યોજાશે. જ્યારે સવારે 9-15 કલાકે ડુંગર દરબાર, ઝવેરબેન હોલ ખાતે શ્રેષ્ઠી શશીકાંતભાઇ જી.બદાણીના પ્રમુખસ્થાને સ્વાગત સમારોહ અને ઠાણાંગ સૂત્ર ભાગ-3, ક્વેસ્ટ ફાઉન્ડેશન પ્રકાશીત પ્રેરણા મેગેઝીન સાક્ષીભાવ વિશેષાંકની વિમોચન વિધિ તેમજ શાસન પ્રગતિ સેવા સન્માન અરવિંદભાઇ પ્રાણલાલ દેસાઇ અને તરલાબેન દોશીને અર્પણ કરાશે. સમારોહના મુખ્ય મહેમાન પદે સાંસદ મનોજ કોટક, પૂર્વ ગૃહ નિર્માણ મંત્રી પ્રકાશ મહેતા, મુંબઇ સમાચારના તંત્રી નિલેશ દવે, નગરસેવિકા રાખી જાધવ, ગુજરાતી સમાજના પ્રમુખ જીતુભાઇ મહેતા ઉ5સ્થિત રહેશે. અતિથિ વિશેષ પદે પ્રાણભાઇ વેકરીવાળા, સંજય સંઘવી, ઉર્વિશ વોરા, મીનેશ શાહ, હરેશ વ્યાસ, ખીમજી છાડવા, મહેન્દ્ર સંગોઇ, અભય શાહ, ગુણવંત ગોપાણી, બીનાબેન અજયભાઇ શેઠ, માલિનીબેન સંઘવી, શકુંતલાબેન મહેતા, અમીશા નીરજ વોરા, કુંદનબેન નવીનભાઇ દોશી, નલિનીબેન ટોલીયા, વીરેન્દ્ર સંઘવી, પરિમલ દોશી, શરદ શેઠ, હરેશ વોરા, પ્રશાંત વોરા, રાજેશ વિરાણી, કિરીટ શેઠ, રમેશ મોરબીયા, મનીષ શાહ, ભરત વિરાણી, નીતિન કામદાર, મનોજ અજમેરા, નેનચંદ છેડા, પ્રતાપ કામદાર, મહેન્દ્ર તુરખીયા, જયકાંત હિરાણી, પ્રવીણ બિલખીયા, બકુલેશ વિરાણી, મુકેશ દોશી વગેરે ઉ5સ્થિત રહેશે.
વિરાણી બહેરા-મૂંગા શાળાની ક્ધયાઓ અભિનવ નૃત્ય પ્રસ્તુતિ કરશે. તા.28ને મંગળવારથી નવપદ આયંબિલ ઓળી પર્વ પ્રસંગે દરરોજ સવારે 9-30 થી 10-30 કલાક પ્રવચન શ્રેણી યોજાશે.
આ પ્રસંગે પૂ.હિરક શિશુ, પૂ.ભારતીજી મ.સ., ડો.સોનલજી મ.સ., પૂ.રત્નજ્યોતજી મ.સ. તથા પૂ.નર્મદ-વિનય સુશિષ્યા પૂ.નયનાજી મ.સ., પૂ.મીનાજી મ.સ., પૂ.સુનંદાજી મ.સ. આદિ બિરાજશે.
પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં શ્રી મુદિત મુકેશભાઇ કામદાર અને ભક્તિ મુદિત કામદારના સજોડે આયંબિલ વરસીતપના પારણા પ્રસંગે 7-4ના કળશ પ્રત્યાખ્યાન, તા.8ના આલોચના અને તા.9ને રવિવારે ઇક્ષુરસપાન વિધિ યોજાશે.
આયંબિલ ઓળી પર્વ પ્રસંગે પૂ.સંત-સતીજીઓની પાવન નિશ્રા
ઘાટકોપર-મોટા ઉપાશ્રય- પૂ.ધીરગુરૂદેવ એવં પૂ.ભારતીજી મ.સ., પૂ.નયનાજી મ.સ., શ્રમજીવી ઉપાશ્રય-પ્રવર્તિની પૂ.વનિતાબાઇ મ.સ. આદિ નેમિ-વિતરાગ સંઘ પૂ.જ્યોતિબાઇ મ.સ., પૂ.સ્મિતાજી મ.સ., વૈશાલીનગર- પૂ.જશુબાઇ મ.સ., પૂ.ઉષા-વીણાબાઇ મ.સ., પૂ.સરોજબાઇ મ.સ., રામકૃષ્ણનગર- પૂ.સુશીલાબાઇ મ.સ., વિમલનાથ ઉપાશ્રય (ગોપાલ ચોક) પૂ.હસુતાબાઇ મ.સ., ગોંડલ રોડ (વેસ્ટ) પૂ.જ્યોતિબાઇ મ.સ., પૂ.કલ્પિતાજી મ.સ., પ્રહલાદ પ્લોટ- પૂ.નીલમબાઇ મ.સ., રેસકોર્ષ પાર્ક – પૂ.ગુણીબાઇ મ.સ., નાલંદા- પૂ.રંજનબાઇ મ.સ., સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર- પૂ.કિરણબાઇ મ.સ., વિરાણી પૌષધશાળા- પૂ.કલ્પનાબાઇ મ.સ., પૂ.અજીતાબાઇ મ.સ., સરદારનગર- પૂ.સુમતિબાઇ મ.સ., જંક્શન પ્લોટ – પૂ.વિશાખાબાઇ મ.સ., ગરોડીયાનગર – ઘાટકોપર – પૂ.હસ્મિતાબાઇ મ.સ., નવી મુંબઇ – વાશી – પૂ.પલ્લવીજી મ.સ., પૂ.પ્રસન્નતાજી મ.સ., સુરત વેસુ – પૂ.વિમલાજી મ.સ. આદિ ગોંડલ (સ્ટેશન પ્લોટ) પૂ.તરૂબાઇ મ.સ. આદિ દેવલાલી- પૂ.ભક્તિબાઇ મ.સ., સદર – પૂ.વિજયાબાઇ મ.સ., ભક્તિનગર- સંઘાણી સંપ્રદાય પૂ.જયશ્રીબાઇ મ.સ., જય જિનેન્દ્ર આરાધના ભવન- પૂ.ભાનુબાઇ મ.સ., ગોંડલ – પૂ.જ્યોત્સનાબાઇ મ.સ. આયંબિલ ઓળી પ્રસંગે અન્ય સાધુ-સાધ્વી પધારશે.