ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. અને રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા. સહિતના ૭૫ સંત સતીજીઓનાં સોનેરી સાંનિધ્યમાં ધાર્મિક કાર્યક્રમો: સ્વાગત શોભાયાત્રા નિકળશે
૨૭ જુલાઈથી એક માસ સુધી ચાતુર્માસનાં મંગલમય કાર્યક્રમોનું આયોજન:જૈન અગ્રણીઓ ‘અબતક’ના આંગણે
સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોનાં સહયોગે રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘનાં ઓમાનવાલા ઉપાશ્રયનાં આંગણે સમુહ ચાતુર્માસનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી ૧૫મી જુલાઈના રોજ ૧૫૦ ફૂટ રીંગરોડ પર અમીન રોડ જંકશન ખાતે આવેલા ડુંગર દરબારમાં ચાતુર્માસ મંગલ પ્રવેશોત્સવનો કાર્યક્રમ ગુજરાત રત્ન પૂ. સુશાંતમૂનિ મ.સા. અને રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા. સહિતના ૭૫ સંત સતીજીની નિશ્રામાં યોજાશે
આ અંગે વિસ્તૃત વિગત આપવા સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોનાં પ્રમુખો સહિતના જૈન અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ડુંગર દરબાર ખાતે આગામી ૧૪મી જુલાઈએ ચાતુર્માસ મંગલ પ્રવેશોત્સવ યોજાશે જેમાં ગુજરાત રત્ન પૂ. સુશાંતમૂનિ મ.સા. અને રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મ.સા. સહિતના ૭૫ સંત સતીજીનું સોનેરી સાનિધ્ય રહેશે. નટવરલાલ હરજીવન શેઠ વિસાવદરવાળાના નિવાસ સ્થાન, ઠાકોરદ્વાર એપાર્ટમેન્ટ, પર્ણકુટિ સોસાયટીથી સ્વાગત શોભાયાત્રા વાજતે ગાજતે પ્રારંભ થઈને તપસમ્રાટ ચોક થઈને જીતુભાઈ બેનાણી એટલાંટા એપાર્ટમેન્ટ થઈ ડુંગર દરબાર પધારશે જયા સ્વાગત સમારોહ યોજાશે. નવકારશી અનુમોદનાનો લાભ ઉદયભાઈ કાનગડ તેમજ ચાતુર્માસ અનુમોદનાનો લાભ અનસુયાબેન નટવરલાલ શેઠ પરિવાર, કંચનબેન રમણીકભાઈ શેઠ પરિવાર, કાશ્મીરાબેન કાંતિભાઈ લાધાભાઈ શેઠ પરિવાર, વનિતાબેન જયવંતભાઈ જગન્નાથ જસાણી પરિવાર, રમીલાબેન હરકિશનભાઈ બેનાણી પરિવારને ધનલક્ષ્મીબેન રતીલાલભાઈ ઠોસાણી પરિવાર લેશે.
આ ઉપરાંત ૨૭ જુલાઈથી એક માસ સુધી ચાતુર્માસનાં મંગલમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે તા.૫,૧૨ અને ૨૬ ઓગષ્ટ તેમજ ૨ સપ્ટેમ્બરનાં રોજ ચાતુર્માસ અંતર્ગત શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.
જૈનમગ્રુપના જીતુભાઈ કોઠારી, વિઝન ગ્રુપના મીલનભાઈ કોઠારી, પ્રવીણભાઈ કોઠારી, ડોલરભાઈ કોઠારી, વસંતભાઈ તુરખીયા, પરેશભાઈ સંઘાણી, મધુભાઈ શાહ, કિરીટભાઈ શેઠ, મયુરભાઈ શાહ, જીતુભાઈ બેનાણી, સુશીલભાઈ ગોડા, કાંતિભાઈ શેઠ, ભરતભાઈ દોશી, નિલેશભાઈ શાહ, કમલેશભાઈ મોદી, તુષારભાઈ મહેતા, ધીરૂભાઈ વોરા, નિતિનભાઈ પારેખ, રજનીભાઈ બાવીસી, ઈશ્ર્વરભાઈ દોશી, શિરિષભાઈ બાવટીયા, ચેતનભાઈ વખારીયા, કમલેશભાઈ શાહ, હરેશભાઈ વોરા, હિતેનભાઈ અજમેરા, ચેતનભાઈ સંઘાણી, હિતેશભાઈ મહેતા, ઉપેનભાઈ મોદી, અલ્પેશભઈ મોદી, સુજીતભાઈ ઉદાણી, પ્રતાપભાઈ વોરા, હેમતભાઈ મહેતા, ભીખુભાઈ ભરવાડા અને વિનુભાઈ મારફતીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન વિગતો આપી હતી.