સર્વરોગ નિદાન કેમ્પ, નિ:શુલ્ક દવા રકતદાન, દેહદાન અને ચક્ષુદાન જેવા ભવ્ય આયોજન: આયોજકો અબતકના આંગણે
રાજકોટ જ નહિં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં ખુબજ ટુંકા ગાળામાં સેવાકીય પ્રવૃતિ દ્વારા લોકહ્રદયમાં બીરાજેલ સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રકલ્યો કરીને મૂઠી ઉંચેરુ સ્થાન પામેલ છે.
આવી જ રીતે એક વધુ સેવાકીય પ્રવૃતિના ભાગરુપે સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા તા.૭ ને રવિવારના રોજ ટ્રસ્ટની નવનિયુકિત ઓફીસના લોકાર્પણ સમયે રાજકોટના મેયર બીનાબીને આચાર્ય, મ્યુનિ. કોર્પો.ના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ, ગુજરાત રાજય ઓબીસી નિગમના ચેરમેન નરેન્દ્રાઇ સોલંકી, લો કમિશન ઓફ ઇન્ડીયાના મેમ્બર અને સુપ્રસિઘ્ધ એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ, વોર્ડ નં.ર ના કોર્પોરેટર અને બાંધકામ સમીતીના ચેરમીન મનીષભાઇ રાડીયા, શિક્ષણ સમીતીના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, રાષ્ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઇ ભટ્ટ, જીવા બેંકના મેનેજીંગ ડીરેટકર નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ડે.મેયર દર્શિતાબેન શાહ તેમજ આ તકે ખાસ ઘેલા સોમનાથ મંદીરના(જસદણ) પૂજારી વિક્રમગીરીબાપુની ઉ૫સ્થિતિમાં પંચામૃત કાર્યક્રમ સમા, નિદાન કેમ્પ, નિ:શુલ્ક દવા વિતરણ રકતદાન દેહદાન તેમજ ચક્ષુદાન સેન્ટ ગાર્ગી સ્કુલ ર સુભાષનગર રૈયા રોડ રાજકોટ ખાતે સવારે ૯ થી ૧ સુધી આયોજન કરેલ છે.
આ પંચામૃત કાર્યક્રમની તડામાર તૈયારીમાં પ્રમુખ સુરેશભાઇ પરમાર અને મહિલા પાંખના પ્રમુખ રમાબેન હેરભાના માર્ગદર્શન હેઠળ પ્રકાશ વોરા, ગુણવંતભાઇ ભટ્ટ, પ્રભાબેન વસોયા, નિર્મળાબેન વડેરીયા (પૂર્વ કોપોરેટર) દિપાબેન કાચા, રેશ્માબેન સોલંકી, દિવ્યાબેન રાઠોડ, હેમતંસિંહ ડોડીયા, ભાવનાબેન મહેતા, હર્ષિદાબા કનોજીયા, કૌશિકભાઇ ધોળકીયા, પ્રવીણભાઇ ડોડીયા, સીમાબેન અગ્રવાલ, ચેતનભાઇ ચૌહાણ, કરણસિંહ પરમાર મીત ટોળીયા સહીત કાર્યકરો જહેમત ઉઠાવી રહેલ છે. તા તકે કાર્યકરોને અબતકની મુલાકાત લીધી હતી.
આ નિદાન કેમ્પમાં રાજકોટના સુપ્રસિઘ્ધ વૈદ્યરાજ આડેસરા તેમજ ડો. શ્રેયાબેન જોશી (બીએચએમએસ) (ગોલ્ડ મેડાલીસ્ટ) સાંધાના દુ:ખાવા પથરી, હરસ, કમળો, લીવર, આંચકીના દર્દો, કોલેસ્ટ્રોલ, વાળની સમસ્યા વિગેરે જેવા રોગોની જરુરીયાત મંદ દર્દીઓને તપાસી નિ:શુલ્ક દવાનું વિતરણ કરશે. તેમજ વધુ જરુર પડે તો ત્યારબાદ પણ દવા નિ:શુલ્ક મળી શકશે.
આ તકે આ નિદાન કેમ્પમાં સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ તથા જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા દેહદાન અને ચક્ષુદાન અંગેના સંકલ્પપત્ર પણ ભરવાની વ્યવસ્થા સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના આયોજન હેઠળ સેન્ટ ગાર્ગી સ્કુલ, ર સુભાષનગર રૈયા રોડ રાજકોટ ખાતે તા. ૭ ને રવિવારે સવારે ૯ થી ૧ સુધી કરવામાં આવેલ છે.