જંકશન પ્લોટ ખાતે મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ કાલે ગીતા જયંતિના રોજ ભગવદ્ ગીતાનો ગુંજારવ અને માનવ સેવાના ૫૩ વર્ષોની સેવાયાત્રા પૂર્ણ કરીને ૫૪માં વર્ષમાં પ્રવેશ કરે છે. રાજકોટમાં જંકશન પ્લોટ ખાતે છેલ્લા ૫૩ વર્ષોથીગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા બાળ સંસ્કાર કેન્દ્ર, ગીતા પ્રચાર,સંસ્કૃત પ્રચાર, નિ:શુલ્ક ઉનાળુ છાશ કેન્દ્ર, નિ:શુલ્ક નિદાન,સારવાર કેમ્પ, રાહત દરે નોટબુક વિતરણ, કારકિર્દી માર્ગદર્શન, સાર્વજનિક વાચનાલય, પુસ્તક મેઇ, મેડિકલ સાધન સહાય, જ્ઞાનયજ્ઞ, બાળ મજુરી નાબુદી અભિયાન, વ્યસનમુકિત વગેરે સેવા પ્રવૃતિઓનું નિયમિત પણે સંચાલન થાય છે. ગીતા વિદ્યાલય-ગીતા મંદિરના ૫૪માં વર્ષમાં પ્રવેશ સમયે છેલ્લા ૫૩ વર્ષો દરમ્યાન મળેલા સહકાર બદલ સૌ દાતાઓ, શુભેચ્છકો પ્રત્યે ઋણ સ્વિકાર સાથે આભારની લાગણી ગીતા વિદ્યાલયના સંચાલક ડો.કૃષ્ણકુમાર મહેતાએ વ્યકત કરી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.
- નબળા હૃદય વાળા આ આર્ટીકલથી દુર રહેજો
- સુરત: કતારગામમાં નજીવી બાબતે કરાઈ હ-ત્યા
- તમે Gmail માં ઈમેલને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો! ફક્ત 4 STEPS અનુસરો
- CM પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું
- અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ