અખિલ હિન્દ મહિલા પરિષદ વિસ્તાર વિકાસ પ્રવૃતિના ભાગ‚પે રામનાથપરા ખાતે જે બાળકોના માતા કે પિતા કે બંને શ્રમિક છે અને પોતાના બાળકને માટે શિક્ષણ સંસ્કાર વિષયક આપવો જોઈતો સમય નથી આપી શકતા તેવા બાળકોને તેમનું શાળાજીવન વધુ તેજસ્વી બને તે હેતુથી પરીષદ દ્વારા શેરી શાળા પ્રકલ્પ ચાલી રહ્યું છે.
સ્વાભાવિક ક્રમમાં બાળકોનો વિકાસ, વૈજ્ઞાનિક સાધનોની સમજ, રાષ્ટ્રભકિત પ્રેરિત શૌર્ય ગીત સંગીત તેમજ પોષણયુકત અલ્પાહાર સહિતની પ્રવૃતિઓ સાથે બાળકોના કિલકિલાટથી ધમધમતું આ શેરી શાળા કેન્દ્રએ પંદર વર્ષ પૂર્ણ કર્યો છે. આ તકે અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ તથા ઝોનલ ઓર્ગેનાઈઝર ભાવના જોશીપુરા, વિસ્તારના અગ્રણી સેવાભાવી જીતુ મહેતા, મંત્રી પ્રવિણાબેન જોશી ઉપરાંત સ્થાનિક અગ્રણી સુખાભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પરિષદના મહિલા કાર્યકર્તાઓ તેમજ કાઉન્સેલર પા‚લબેન પંડયા, પુનમબેન વ્યાસ તેમજ વિવિધલક્ષી કેન્દ્રના સંચાલક શબનમબેન ઠેબાએ પણ જહેમત ઉઠાવી હતી.