ગુજરાતની ફુડ ઇન્ડસ્ટ્રીઝનો અવાજ બન્યું છે ફુડ સમાચાર: રાજયના ખુણે ખુણે પથરાયેલો બહોળો ચાહક વર્ગ મેગેઝીનનું મુખ્ય ચાલકબળ
ગુજરાતના ફુડ ક્ષેત્રમાં પોષક સાબિત થયેલા મેગેઝિન ફુડ સમાચારનો ૧પમાં વર્ષમાં પ્રવેશ થયો છે. ફુડ ક્ષેત્ર ઝડપભેર વિકસી રહ્યું છે. વિકાસની પ્રક્રિયામાં ફુડ સમાચાર પણ તાલ મીલાવી રહ્યું . જે ગુજરાતની ફુડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેમાળ સહયોગથી શકય બન્યું છે.
પત્રકારત્વક્ષેત્રે ‘ફુડ સમાચાર’ પ્રેરક કેડી કંડારી છે. નિશ્ચિત વિષય પર ઊંડાણભર્યા પત્રકારત્વનું ખેડાણ કરીને અનન્ય પ્રતિષ્ઠા લણી છે. કલમની દુનિયા સવાલોથી મુકત રહી નથી. ‘ફુડ સમાચાર’ ટુંકા માર્ગે સફળતા મેળવવાનો કયારેય પ્રયાસ કર્યો નથી તેનું અમને ગૌરવ છે. સાત્વિક શબ્દો, પોષ્ટિક વિચાર સાથે સ્વાવિષ્ટ પત્રકારત્વની અનોખી કેડી કંડારી છે. ફુડ શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા કરીને શુઘ્ધતાથી તેનો અમલ કર્યો છે. સકારાત્મક દ્રષ્ટિકોણ અને સંશોધનાત્મક વલણના આધારે સંઘર્ષ ખેલીન ેસફળતા પ્રાપ્ત કરી છે.
‘ફુડ સમાચાર’ ગુજરાતની ફુડ ઇન્ડસ્ટ્રીઝનો અવાજ બન્યું છે. ફુડની દુનિયાના વિવિધ ક્ષેત્રો ડેરી, બેકરી, નમકીન, આઇસ્કીમ, હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ, ફુડ પ્રોસેસિંગ મશીનરી, પેકીજીંગ મશીનરી તથા ફુડ પાર્ક વગેરે વિષયો પર વિશેષ ખેડાણ કરવામાં આવ્યું છે. તાજા સમાચારો, ઇન્ડસ્ટ્રીઝના અવરોધક પરિબળો અને વિકાસની શકયતાને ઉજાગર કરવામાં ‘ફુડ સમાચાર’ સફળ રહ્યું છે. ગુજરાતના ખુણે ખુણે ખુણે પથરાયેલો બહોળો વાચક વર્ગ મેગેઝીનનું મુખ્ય ચાલકબળ છે.
કુડક્ષેત્રે બદલાતા કાયદા નીતી નિયમોની તટસ્થ સમીક્ષાથી માંડીને ઇન્ડસ્ટ્રીઝના ઉઘોગકારોની સમસ્યાઓ તથા વ્યાપારીઓના પ્રશ્નો અંગે સતત સકારાત્મક ચિંતન ‘ફુડ સમાચાર’ કરી રહ્યું છે. ગુજરાતના ફુડક્ષેત્રે અપાર વૈવિઘ્ય છે. ઇન્ડસ્ટ્રીઝને ધબકતી રાખતા લોકોની પારાવાર સિઘ્ધિઓ છે. આ આગવા પાસાને ઉજાગર કરવા ફુડ વર્લ્ડ કોલમ શરુ કરી છે. જેને મળેલો પ્રતિસાદ ઉત્સાહને અનેકગણો વધારનારો છે
‘ફુડ સમાચાર’ની ૧૪ વર્ષની સ્વાદિલી યાત્રામાં વિજ્ઞાપનદાતાઓ, શુભેચ્છકો, વાચકોની ભૂમિકા સત્વ સમાન રહી છે.‘ફુડ સમાચાર’ માસિક મેગેઝીન સાથે ગુજરાત ફુડ ડિરેકટરી, કેટેગરી વાઇઝ ડેટા પેનડ્રાઇવ, ફુડ સેમીનાર ફુડ સેમીનાર ફુડ ક્ષેત્ર ના પ્રદર્શનો જેવી અનેક પ્રવૃતિઓ કરે છે. ‘ફુડ સમાચાર’નીઇ-આવૃતિ www.foodsamachar.co.in/epaperએ એ લોકપ્રિયતાના સીમાડા વટાવ્યા છે. દેશ-વિદેશમાં ફુડ સમાચાની લાઇટ મોકલવામાં આવે છે જેના થકી રિસ્પોન્સનો વ્યાપ વિસ્તરે છે.ફુડ ઇન્ડસ્ટ્રીઝના પોષણ સમાન ‘ફુડ સમાચાર’ ની વિશેષ વિગતો માટે જયદીપ ભરાડ મો. નં. ૯૮૨૫૩ ૦૬૫૨૫ નો સંપર્ક કરવો.