મોથાળા ૧૦૮ની બિરદાવવા લાયક કામગીરી
એમ્બ્યુલન્સ સ્ટાફના પ્રહલાદભાઇ રાઠોડ તથા પાઇલોટ હરીભાઇ મારણ એ સમય સૂચકતા વાપરીને સફળ ડીલીવરી કરાવી
માંડવીના દશરડી ગામની મહિલાને પ્રસવ પીડા શ થતા રસ્તામાં જ ડીલીવરી કરાવી મોથાળા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બિરદાવવા લાયક કામગીરી કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ સ્ટાફના પ્રહલાદભાઇ રાઠોડ તથા પાઇલોટ હરીભાઇ મારણ દ્વારા સમય સૂચકતા વાપરીને સફળ ડીલીવરી કરાવી જોડીયા બાળકોનો જન્મ કરાવ્યો હતો. માંડવી તાલુકાના દરશડી ગામના ૩૩ વર્ષીય મહિલાને પ્રસૃતિની પીડા ઉપડતા ૧૦૮ મોથાળા એમ્બ્યુલન્સ દ્વારા વિગતવાર દવાખાતેથી સર્ગભા મહિલાને પ્રસૃતિ માટે જનરલ હોસ્પિટલ ભુજ ખસેડવામાં આવેલ હતા. જેમાં મિરઝપર પાટીયા પાસે પહોચતા સગર્ભાને પ્રસૃતિની પીડા ખુબ જ વધી ગઇ હતી. આથી ઇ.એમ.ટી. દ્વારા તપાસતા રસ્તામાં ડીલીવરી કરાવવી પડે તેની જરુરીયાત જણાઇ હતી. જેથી ઇ.એમ.ટી. પ્રહલાદભાઇ રાઠોડ તથા પાઇલોટ હરીભાઇ મારણ દ્વારા જરુરી તૈયારી કરી મિરઝપર પાટીયા પાસે જે ડીલીવરી કરવાી આ ડીલીવરીમાં પ્રથમ બાળકના પગ પહેલા દેખાતા હતા જે જોખમી ડીલીવરી કહેવાય જેને પણ સફળતાથી ડીલીવરી કરાવી ત્યારબાદ તપાસતા બીજું બાળક પણ હતું. જેનો પણ સફળતાથી ડીલીવરી કરાવી હતી. આમ ૧૦૮ મોથાળા એમ્બ્યુલન્સમાં જોડીયા બાળકોનો જન્મ થયો અને પછી વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ ભુજ ખાતે ખસેડવામાં આવ્યા. આમ પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને ૧૦૮ ની ટીમની કામગીરી બિરદાવી હતી.