ગાંધીધામની રામબાગ હોસ્પિ.માં ઓક્સિ. પ્લાન્ટનું ઉદ્ઘાટન

વર્ચ્યુલ બેઠકમાં મંત્રી વાસણભાઈ આહિર, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો વગેરેની ઉપસ્થિતિ

રામબાગ હોસ્પિટલના ઓક્સિજન ઉત્પાદન યુનિટનું આજે શીપીંગ  ફર્ટીલાઈઝર મંત્રી મનસુખભાઈ માંડવિયાજીએ વર્ચ્યુલ વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું તે પ્રસંગે વર્ચુયલ બેઠકમાં રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ધારાસભ્ય નિમાબેન આચાર્ય, બેઠકમાં ભાગ લઈ કચ્છ શીપીંગ મંત્રાલયને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા.

સાંસદે જણાવ્યું હતું કે કચ્છ માંડવી થી ઓખા – મુંબઈ સુધી રો.રો. ફેરી સર્વિસ શરૂ કરવા કંડલાથી નવલખી સુધી ઓવરબ્રીજ સાથે રોડ શરૂ કરવા અને ઓખા – વાડીનાર – મુન્દ્રા રો.રો. ફેરી સર્વિસ શરૂ કરવા માટે રજૂઆત કરી હતી જેનો મંત્રી મનસુખભાઇ માંડવિયા એ સ્વીકાર કરી ઘટતું કરવાની ખાત્રી આપી હતી.મનસુખ માંડવિયાજીએ આજે રામબાગ હોસ્પિટલ મધ્યે નવા ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુલ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. જેને કચ્છની જનતા તથા વર્ચુયલ બેઠકમાં ભાગ લેનાર સૌએ આવકાર્યું હતું. તેમ સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.