- ગોધરા ખાતે યુવતીની લાશ મળી આવતા ચકચાર
- વહેલી સવારે બસની રાહ જોતી ગોરી ગરવા નામની યુવતીની તલવારના ઘા ઝીંકીને સરાજાહેરમાં કરાઈ હ-ત્યા
- અજાણ્યા ઇસમે બાઈક પર આવીને ઘટનાને અંજામ આપ્યો
કચ્છમાં માંડવીના ગોધરામાં 21 વર્ષીય યુવતીની તલવારના ઘા મારી હ-ત્યા કરવામાં આવી હતી. ત્યારે યુવતી વહેલી સવારે નોકરી માટે દુર્ગાપુર રોડ પર બસની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ તેના પર તલવારના ઘા ઝીંકી હ-ત્યા નિપજાવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી અને હ-ત્યાના કારણોની તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. યુવતીની જાહેરમાં હ-ત્યા થતાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. આ યુવતી કોણ છે અને કેમ હ-ત્યા કરી તે પોલીસ તપાસ બાદ સામે આવશે.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં સતત ગુનાખોરી અને હ-ત્યાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે કચ્છના માંડવીના ગોધરામાં એક 25 વર્ષીય યુવતીની તલવારના ઘા મારી ક્રૂરતાપૂર્વક હ-ત્યા કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પશ્વિમ કચ્છમાં કાયદો વ્યવસ્થા કથળતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ પોલીસની કામગીરીને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
હાલમાં મળતી માહિતી મુજબ કચ્છના માંડવી તાલુકાના ગોધરામાં આજે વહેલી સવારે એક યુવતી નોકરી જવા માટે બસની રાહ જોઇ રહી હતી. ત્યારે આ દરમિયાન અજાણ્યા શખ્સોએ બાઇક પર આવીને 25 વર્ષીય યુવતીની નિર્દયતાપૂર્વક તલવારના ઘા મારી હ-ત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. આ હ-ત્યાના બનાવના પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તેમજ હ-ત્યાના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ પોલીસે યુવતીની મૃ*તદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધી છે.
પોલીસ તપાસ કરી રહી છે કે યુવતીની હ-ત્યા કયા કારણોસર કરવામાં આવી છે. હત્યાનું કારણ હજુ અકબંધ છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ પોલીસ કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તેમજ છેલ્લા કેટલાક સમયથી પશ્વિમ કચ્છમાં કાયદો વ્યવસ્થા કથળતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.