વિદ્યાર્થી, વાલી, સ્ટાફના હિત માટેની લડત ચાલુ જ રહેશે: બંધારણનું પાલન કરવા માંગણી
ફાઉન્ડીંગ હાઉસીઝની ગરિમા અને રાજકુમાર કોલેજની પ્રતિષ્ઠા જાળવવા કંઈ પણ કરી છુટવા રાજકોટ ઠાકોર સાહેબનો ધ્રુજારો
રાજકુમાર કોલેજના વહિવટકર્તાઓએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા કરેલા વિધાન અને આક્ષેપોનું રાજકોટના ઠાકોર સાહેબ અને રાજકુમાર કોલેજના પૂર્વ વિદ્યાર્થી, માંધાતાસિંહજી જાડેજાએ ખંડન કરી આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા છે. રાજકુમાર કોલેજના પ્રશ્ર્નો માટે વહિવટકર્તા અને ફાઉન્ડીંગ હાઉસીઝ વચ્ચે મીટીંગમાં વહિવટકર્તાઓ કોર્ટનું બહાનું આગળ ધરેલું. સંવાદ સાધવાના આ પ્રયાસને પણ નિષ્ફળ બનાવાતા આખરે અમારે પ્રિન્સીપાલ-ટ્રસ્ટ સેક્રેટરીને આવેદન આપવુ પડયું હતું. એ સમયે પણ મહિપાલ વાળા, જેતપુર અને વહિવટકર્તા ગેરહાજર રહ્યા હતા. કોલેજનાં વહિવટકર્તાઓએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી એમાં વાંધો નહીં પરંતુ એજ સમયે અમને પણ બોલાવ્યા હોત તો માધ્યમો સમક્ષ બન્ને પક્ષના વિચાર, વિગત રજુઆતોની ચર્ચા થાત અને લોકો સુધી સત્ય પહોંચી શકત અને એકપક્ષીય વલણ સંસ્થા માટે નુકસાનકારક સાબિત થશે તેમ માંધાતાસિંહએ જણાવ્યું હતું.
જેતપુર દરબાર મહિપાલ વાળા અને અન્ય વહિવટકર્તાઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી જેતપુર દરબાર મહિપાલવાળા અને રાજકુમાર કોલેજના વહિવટવકર્તાઓએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. ટ્રસ્ટી મંડળને પાંચ વર્ષ થયા પછી ઈમરજન્સીને લીધે એક-એક વર્ષનો કાર્યકાળ વધારી દેવાયો હોવાની જોગવાઈ છે એવું કહેવાયું પરંતુ હકિકત તો એ છે કે જોઈન્ટ ચેરીટી કમિશનર, આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર અને કોર્ટે ફેબ્રુઆરી ૨૦૧૮ પછીનો કાર્યકાળ ગેરબંધારણીય ઠરાવાયો છે. હાઈકોર્ટે ચુંટણી પર સ્ટે આપ્યો છે. લોકડાઉનને કારણે કોર્ટ કાર્યવાહી બંધ છે જે શરૂ થતા જ એ કેસ પણ શરૂથશે. મહિપાલ વાળા અનેઅન્યોનેકહ્યું તેની સામે સવાલ ઉઠાવતા માંધાતાસિંહ જાડેજાએ પુછયું છે કે, વિદ્યાાર્થીઓને ફીમાં રાહત આપવાની વાત કરાઈ તે વાલીઓને લેખિતમાં કયારે જાણ કરશો. લોકડાઉનમાં વિદ્યાર્થીઓને રાહત અપાઈ છે તો તા.૨૫મી માર્ચથી ૨૪મી એપ્રિલ દરમિયાન લોકડાઉન હતું કે નહીં ? ટુ વે ઈન્ટરેકિટવ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર વૈશ્ર્વિક ગુણવતાસભર શિક્ષણ કયારથી શરૂકરશે? ફી રેગ્યુલેશન કમિટીએ આપેલા ચુકાદા મુજબ લેવાયેલી ફી વિદ્યાર્થીઓને પરત કયારે કરશે ? સ્પેનના પ્રવાસ માટે રકમ લેવાઈ છે. પ્રવાસ તો હવે શકય નથી તો એ રકમ વાલીઓને કયારે પરત મળશે ? વાલીઓને ત્વરિત પરત મળવી જોઈએ. રાજકુમાર કોલેજના નિર્માણમાં પ્રજાવત્સલ રાજવીઓનું યોગદાન છે. આર્થિક રીતે નબળા વર્ગનાં વિદ્યાર્થીઓને આ સંસ્થા મદદ કરવા માંગે છે કે કેમ ? સીબીએસઈનાં નિયમ મુજબ કોઈ લિકર પરમીટ ધરાવતી વ્યકિત શૈક્ષણિક સંકુલની અંદર વસવાટ ન કરી શકે. આ પરિસરમાં રહેતા કેટલા વ્યકિત લિકર પરમીટ ધરાવે છે ? દેવેન્દ્રસિંહજી ઓફ વીરપુરની નિમણુક કરવા ૨૦૧૪માં રાજકુમાર કોલેજને પત્ર લખ્યો હતો. કોર્ટે પણ દેવેન્દ્રસિંહજીની તરફેણમાં ચુકાદો આપ્યો છે તો વહિવટકર્તાઓ કેમ સામેલ કરતા નથી ? ઠાકોર સાહેબ રાઘવેન્દ્રનાથસિંહજી ઓફ વલ્લભીપુરનું નામ શા માટે રેકર્ડમાં ચડાવવામાં નથી આવતું ? ધ્રોળના સ્વર્ગીય ઠાકોર સાહેબ ચંદ્રસિંહજી જાડેજા પછી એમના સંયુકત પરિવારના પદ્મરાજસિંહનું નામ, ધ્રોળ ભાયાતો અને રાજબારોટના લખાણોમાં સ્વિકૃતિ છતાં શા માટે રેકર્ડમાં સામેલ કરવામાં નથી આવતું ? રાજકુમાર કોલેજના ફાઉન્ડીંગ હાઉસીઝના બધા નામો અપડેટ કરવાની જવાબદારી, કાર્ય અને કર્તવ્ય વહિવટકર્તાઓના હોય, આ જવાબદારીમાંથી છટકીને શા માટે ફાઉન્ડીંગ હાઉસીઝને અન્યાય કરી રહ્યા છે ? અંતમાં રાજકોટનાં રાજવી અને મારા પૂર્વજોએ જમીન અને નાણા બંને રાજકુમાર કોલેજના નિર્માણ માટે આપ્યા હતા તેમજ અન્ય રાજવીઓનું પણ નિર્માણમાં યોગદાન છે. તેના કરતા પણ વધારે મહત્વનું એ છે કે પ્રજાભિમુખપણાના સંસ્કાર રાજવીઓએ અહીં સિંચ્યા છે ત્યારે રાજકુમાર કોલેજનાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્ટાફના હિત માટે તથા ફાઉન્ડીંગ હાઉસીઝની ગરીમાના જતન માટેનું ઉતરદાયિત્વ હું કાયમ નિભાવવા માટે કટીબઘ્ધ રહીશ તેમ માંધાતાસિંહએ અંતમાં જણાવ્યું હતું.