આજથી નેશનલ હાઈવેના ટોલ પ્લાઝામાં ફરજિયાત ફાસ્ટેગનો નિયમ અમલી થઈ ચૂક્યો છે. ફાસ્ટેગ વગરના વાહનોને બમણો ટોલ ટેક્સ ભરવાનો થાય છે. આવી સ્થિતિમાં રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે ભરૂડી ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતારો ફાસ્ટગના કારણે લાગી હોવાનું જાણવા મળે છે.
ભરૂડી ટોલ પ્લાઝા પર બન્ને સાઈડ 3 થી 4 કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઈનો લાગી હતી. બંને તરફ લાગેલી કતારોના કારણે અનેક લોકો પરેશાન થયા હતા.
દરમિયાન ભરૂડી ટોલ પ્લાઝા એ ટ્રાફિકમાં 108 એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. ઉપરાંત વસંત પંચમીને લઈને લગ્ન પ્રસંગમાં જતા અનેક લોકો આ ટ્રાફિકમાં ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ટોલ પ્લાઝાએ લાગેલી કતારો વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના બને તે માટે ગોંડલ તાલુકા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.