લગ્ન પ્રસંગમાં વધુ વ્યકિતઓની છૂટ ન અપાતા મંડપ અને ડેકોરેશન એસો.માં ભારે રોષ : નેતાઓ સામે બાયો ચઢાવી એસો. લડી લેવાના મૂડમાં

લગ્ન પ્રસંગમાં વધુ વ્યક્તિઓને છૂટ આપવામાં ન આવતા મંડપ અને ડેકોરેશન એસો.માં ભારે રોષ પ્રવર્તયો છે. જેથી એસો.એ એવો નિર્ણય જાહેર કર્યો છે કે હવે કોઈ રાજકીય કાર્યક્રમમાં મંડપ બાંધવામાં નહી આવે.

લગ્ન પ્રસંગમાં વધુ વ્યક્તિઓને છૂટ આપવા અંગે રાજય સરકાર સમક્ષ રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિર્ણય ન આવતા મંડપ એસોસિએશને ભાજપ-કોંગ્રેસ સહિત કોઈપણ રાજકિય પક્ષના કાર્યક્રમ માટે મંડપ ડેકોરેશન ન કરવાનો નિર્ણય કર્યો છે. એસો.એ જાહેર કર્યું છે કે લગ્નપ્રસંગ કરવા હોય તો નિયમો, પરંતુ રાજકિય પક્ષોની રેલીમાં ભીડ હોય તો વાંધો નહીં. તેમાં લોકોની કોઈ મર્યાદા હોતી નથી.

ગુજરાત રાજય મંડપ એસોસીએશનના પ્રમુખ જગદીશભાઈએ એવું કહ્યું છે કે  લોકડાઉન બાદ મંડપ વ્યાવસાયકારોની આર્થિક હાલત કફોડી બની છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા લગભગ ૬ હજાર લોકોની રોજગારી સામે સવાલ ઉભા થયા છે. લગ્ન પ્રસંગ ખૂબ સાદાઈથી થતા હોય આ ધંધાને ભારે અસર પહોંચી છે.  આ સંજોગોમાં રાજય સરકાર સમક્ષ રજૂઆત કરવાં છતાં કોઈ ઉકેલ ન આવતા રાજકિય પક્ષોના કાર્યક્રમમાં મંડપ ડેકોરેશન નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. અને જયાં સુધી મંડપ વ્યવસાયકારોના પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.