• કાળઝાળ ગરમીમાં અરજદારોની સંખ્યામાં પણ નોંધાયો ઘટાડો: હીટવેવમાં લોકોને રક્ષણ આપવા કોર્પોરેશન દ્વારા તકેદારીના પગલા લેવાયા

રાજકોટ ન્યુઝ્ :  ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી આકાશમાંથી સૂર્યનારાયણ અગનવર્ષા કરી રહ્યા છે. હજુ ચાર દિવસ સુધી અંગ દઝાડતી ગરમીમાંથી મુક્તિ મળે તેવા કોઇ આસાર હાલ દેખાતા નથી. દરમિયાન હીટવેવમાં અરજદારોને રક્ષણ આપવા માટે કોર્પોરેશન દ્વારા આધાર કેન્દ્રો પર મંડપ નાંખી છાંયડો કરવામાં આવ્યો છે. પીવાના પાણીની પણ તાકીદે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્રણેય ઝોન કચેરીએ આધાર કેન્દ્રો પર કૂલર મૂકવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા રોશની વિભાગને સૂચના આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.WhatsApp Image 2024 05 24 at 16.15.16 010dd23e

કોર્પોરેશનના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ ત્રણેય ઝોન કચેરી ખાતે આધાર કાર્ડને લગતી કામગીરી માટે 16 કીટ કાર્યરત છે. જેમાં ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં પાંચપાંચ કીટ અને સેન્ટ્રલ ઝોનમાં 6 કીટ મૂકવામાં આવી છે. ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં આધાર કેન્દ્રો કચેરીની અંદર આવેલા હોવાના કારણે અહિં અરજદારોને તડગામાં ઉભું પડતું નથી. સેન્ટ્રલ ઝોનમાં અલાયદી આધાર કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. પરંતુ અહિં અરજદારોનું ટ્રાફીક વધુ રહેતું હોવાના કારણે કેન્દ્રની બહાર પણ લોકોએ લાઇનમાં ઉભું રહેવું પડે છે. કાળઝાળ ગરમીમાં અરજદારોને રાહત આપવા માટે ગઇકાલથી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કેન્દ્રની બહાર મંડપ ફીટ

 કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે ત્રણેય ઝોનમાં આધાર કેન્દ્રમાં લોકોની સુવિધા માટે કૂલર મુકવા માટે સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. આવતીકાલે ચોથા શનિવારની અને પછી રવિવારની રજા આવે છે. સોમવાર સુધીમાં આધાર કેન્દ્રો પર કૂલરની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવશે.WhatsApp Image 2024 05 24 at 16.15.33 83eabf1f

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહથી ગરમીમાં સતત વધારો થઇ રહ્યો હોવાના કારણે આધાર કાર્ડમાં સુધારો અને વધારો કરવા માટે આવતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. હીટવેવમાં કોઇ વ્યક્તિ સનસ્ટ્રોકનો શિકાર બને તે માટે કોર્પોરેશનનું તંત્ર સજ્જ થઇ ગયું છે. હજુ ચારેક દિવસ રાજકોટવાસીઓએ કાળઝાળ ગરમીમાં શેકાવવું પડશે. ગરમીના કારણે સરકારી કચેરીઓમાં લોકોની અવરજવર ઓછી થઇ જવા પામી છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડ લાઇન મુજબ બપોરે 12 થી 3 ના સમય દરમિયાન ઘરની બહાર કામ સિવાય નીકળવા માટેની પણ તાકીદ કરવામાં આવી છે. બિલ્ડીંગ સાઇટ પર બપોરના સમયે મજૂરોને કામ કરવા માટેના પણ આદેશ જારી કરવામાં આવ્યા છે.

અરજદારોએ સ્ટે.ચેરમેન જયમીન ઠાકરનો આભાર માન્યો

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે અધિકારીઓને રૂબરૂ સુચના આપી ત્રણેય ઝોન ઓફિસમા કાર્યરત આધાર કેન્દ્રના સ્થળ પર જરૂરીયાત મુજબ છાયો કરવા મંડપની વ્યવસ્થા, લોકોને લાઇનમાં ઉભુ રહેવુ પડે તે માટે જરૂરીયાત મુજબ ખુરશીની વ્યવસ્થા, નજીકમાં પુરતા પ્રમાણમાં પીવાના પાણીની વ્યવસ્થા તેમજ ગરમીથી રાહત માટે એર કુલરની વ્યવસ્થા તાત્કાલીક ધોરણે કરાવવા લગત અધિકારીઓને સુચના આપી અમલ શરૂ કરાવી, ચેરમેન  જયમીનભાઈ ઠાકરએ માનવિય અભિગમ સાથે પોતાની ત્વરિત નિર્ણય શક્તિનો પરિચય કરાવેલ છે. શહેરીજનોએ ચેરમેન સમક્ષ રૂબરૂ ઉપસ્થિત થઇ નિર્ણય કરાવવા માટે આભારની લાગણી સાથે રાજીપો વ્યક્ત કરેલ હતો.

 

 

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.