ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના વરદ્ હસ્તે
શહેરના વોર્ડ નં.૧૪માં કુંભારવાડા વિસ્તારમાં ડી.આઈ. પાઈપ લાઈન, ગેસ પાઈપ લાઈન તથા ન્ય કારણોસર મુખ્ય માર્ગો તથા શેરીઓમાં ડામરનું ખોદાણ થયેલ. જ્યાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના વરદ્ હસ્તે ડામર કામ કરવા માટેનો શુભારંભ કરવામાં આવેલ છે. આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, ગત ચોમાસા બાદ વોર્ડ નં.૧૪માં ડી.આઈ. પાઈપ લાઈન, ગેસ પાઈપ લાઈન તથા અન્ય લાઈનો નાખવાના કારણે રસ્તા તથા શેરીઓમાં ખોદાણ કરવામાં આવેલ. આ માટે ચાલુ સાલના બજેટમાં ખાસ નાણાકીય જોગવાઈ કરવામાં આવેલ. કોવીડ-૧૯ની મહામારીના કારણે મજુરો પોતાના વતનમાં પરત ગયેલ તથા બાદમાં ચોમાસાના ભારે વરસાદના કારણે ડામર કામ થઇ શકેલ નહિ. હાલ ચોમાસું પુરૂ થયેલ હોઈ, વોર્ડ નં.૧૪ના કુંભારવાડા વિસ્તારના મુખ્ય માર્ગોને ડામર કરવાના કામનો શુભારંભ આજરોજ કરવામાં આવેલ છે.
આ પ્રસંગે પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, કોર્પોરેટર કિરણબેન સોરઠીયા તથા વર્ષાબેન રાણપરા, વોર્ડ પ્રભારી નીલેશભાઇ જલુ, વોર્ડ પ્રમુખ અનીશભાઈ જોષી, વોર્ડ મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત, વિપુલભાઈ માખેલા, વોર્ડ અગ્રણી વિપુલભાઈ ડવ, અશોકભાઈ ગોહેલ, મુકેશભાઈ મહેતા, પ્રભુભાઈ કિયાડા, રાજુભાઈ ટાંક, ભરતભાઈ ઢોલરિયા, પ્રભાતભાઈ લાવડિયા, મુકેશભાઈ રાણપરા, તથા મહાનગરપાલિકાના અધિકારીઓ અને વિસ્તારના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.