માન્ચેસ્ટર યુનાઇટેડ ભલે ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં બીજા સ્થાને રહી હોય પરંતુ મોસ્ટ વેલ્યુએબલ ટી તરીકે યુરોપમાં ફરી નંબર ટોચનું સ્થાન મેળવ્યું છે. કેપીએમજી દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ માન્ચેસ્ટર યુનાઇટેડની વેલ્યૂ અગાઉ કરતાં પાંચ ટકા વધી ૩.૨૫ બિલિયન યૂરો થઈ ગઈ છે. આ લિસ્ટમાં સ્પેનિશ લીગ લા લીગાની ફૂટબોલ ટીમ રિયલ મેડ્રિડ બીજા અને બાર્સેલોના ત્રીજા સ્થાને છે. આ તારણ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ની સિઝન, પ્રસારણ અધિકાર, લોકપ્રિયતા, સ્ટેડિયમ વેલ્યૂને આધારે નક્કી કરવામાં આવ્યું છે. માન્ચેસ્ટર યુનાઇટેડે ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭માં એફએ કપ, લીગ કપ અને યુરોપા લીગ કપ જીત્યો હતો. જોકે, આ વર્ષે આ ટ્રોફી જીતી શકી નથી.

ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ વેસ્ટ હામ યુનાઇટેડ, લિસેસ્ટર સિટી અને એવર્ટન પણ ટોપ-૨૦માં સામેલ છે. નાપોલી ૧૭મા સ્થાને છે અને તે મોસ્ટ વેલ્યુએબલ ટીમના લિસ્ટમાં ઇટાલીની બીજી ટીમ છે. આ વર્ષે ૧૨ ક્લબ એવી છે જેમની વેલ્યૂ એક બિલિયન યૂરો કરતાં વધુ છે જે વર્ષ ૨૦૧૭ની તુલનાએ બે વધુ છે. છ ટીમોની વેલ્યૂ બે બિલિયન કરતાં વધુ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.