માનવધર્મ જ પહેલો કર્મ છે. આ વાતનો અમલ કરવો ખુબ મુશ્કેલ છે. બહુ ઓછા લોકો હોય છે જે પોતાની પીડાને પોતાની પીડા સમજી તેની મદદ કરે. હાલ સોશ્યિલ મીડિયામાં આવો જ માનવધર્મ નિભાવતા SDRFના જવાનોનો વીડિયો વાયરલ થયો છે.
ઉત્તરાખંડના પિથોરાગઢમાં 82 વર્ષીય વૃદ્ધા કોરોના સંક્રમિત થઈ હતી. હાલત ગંભીર હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવી ફરજીયાત હતી. પણ તે વિસ્તારમાં એમ્બ્યુલન્સ કે બીજું અન્ય વાહન પોહચી શકે તેમ ના હતું. આખરે SDRFના જવાનોએ આ વૃદ્ધાને દવાખાને પોહચાડવાનું બીડું જડ્પ્યું.
વૃદ્ધાને SDRFના જવાનો દ્વારા ખંભે ઉંચકી 7 કિમી સુધી ચાલી એમ્બ્યુલન્સ સુધી પોહચાડવામાં આવી હતી. આ દામિયાં વૃદ્ધાને કોઈ પણ જાતની સમસ્યા ઉભી ના થઈ હતી અને તેને સહી સલામત પોહચાડવામાં આવી. SDRF ટીમનો આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.