ગઠીયાએ 38 ટ્રાન્ઝેકશન કરાવી નાણા પડાવી લીધા : ફરિયાદ થતા હવે પોલીસ ધંધે લાગી
કાર ખરીદવા ઉત્સુક માણાવદરના યુવકને ફેસબુકના માધ્યમથી કાર ખરીદવા જતા પોણા ત્રણ લાખનો ચૂનો લાગ્યો છે, તથા ભેજાબાજ ગઠીયાએ 38 ટ્રાન્ઝેક્શન કરાવી નાણા પડાવી લીધા હોવાની સાયબર ક્રાઈમમાં ફરિયાદ થતા હવે પોલીસ ધંધે લાગી છે.
માણાવદરના હર્ષદભાઈ ચાવડાની ફરિયાદ મુજબ તેમણે પોતાના રફભયબજ્ઞજ્ઞસ એકાઉન્ટમાં માર્કેટ પ્લસ ઉપર વેચવાની જાહેરાત જોઈ હતી જેમાં આપેલા નંબર કોલ કરતા સામેવાળા વ્યક્તિએ પોતાનું નામ શૈલેષ શાહ હોવાનું અને વડોદરા આર્મીમાં ફરજ બજાવતો હોવાનું અને પોતાની કાશ્મીરમાં બદલી થવાને લીધે કાર વેચવાનું હોવાનું જણાવ્યું હતું તથા પોતાના આર્મી કેન્ટીનનું આઇડી કાર્ડ અને કારના ફોટા મોકલ્યા હતા. જેથી વિશ્વાસમાં આવી ગયેલ હર્ષદભાઈ એ આ ચીટર શખ્સને પ્રથમ ટોકન માટે રૂ. 21 હજાર બેંક ખાતામાં જમા કરાવ્યા બાદ એક પછી એક એમ 38 જેટલા પોતાના મિત્રો તેમજ સગા સંબંધીઓના લજ્ઞજ્ઞલહય ાફુ અને બેંક ખાતામાંથી ટ્રાન્જેક્શન કરીને કુલ રૂ. 2.85 લાખ ટ્રાન્સફર કર્યા હતા છતાં પણ સામેવાળા શકશે કાર મોકલી ન હતી.
બાદમાં આ શખ્સે નાણા પરત મેળવવા માટે એક્સિસ બેન્કમાં નવું ખાતું ખોલાવવા માટે જણાવી અને તે ખાતામાં ગઠીયાએ પોતાના નંબર લીંક કરાવવા જણાવ્યું હતું. જે મુજબ હર્ષદભાઈએ માણાવદરની બ્રાન્ચમાં ખાતું ખોલાવી, ગઠીયાએ જણાવ્યા મુજબ કર્યું હતું. પણ થોડા દિવસો બાદ એક્સિસ બેન્ક ખાતે પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેનું એકાઉન્ટ માંથી ખાતુ ફ્રેશ કરી દેવામાં આવ્યું છે. આમ રૂપિયા કે કાર પરત ન મળતા હર્ષદભાઈએ જુનાગઢ સાયબર ગ્રામમાં ફરિયાદ નોંધાવી છે. અને પોલીસ ઠગાઈ કરનાર ગઠિયાને શોધવા ધંધે લાગી છે.