માણાવદર શહેરના મધ્યમાંથી પસાર થતી ક્ષારવતિ નદી ઉપર રસાલા ડેમ ભરેલો છે આ ડેમ ઉપર બાગદરવાજા થી બાંટવા રોડને જોડતો પુલ બનેલો છે જે પુલમાં અતિભારે પુર ની થપાટે તેની બંને સાઇડ ની સુરક્ષા રેલીંગ ને ઉખેડી ફેકી દીધી છે જેના કારણે શહેરના અનેક નાગરિકો વિદ્યાર્થીઓ તથા સ્કૂલ વાહનો માટે જોખમી સવારી થઇ રહિ છે એક બાજુ  છલોછલ ડેમ ભરેલો છે બીજી તરફ સાંકળો પુલ રેલીંગ વગરનો હોય પણ જરા પણ ચુક થાય તો સીધા ડેમમાં ડૂબીજાય તેવી સ્ફોટક સ્થિતિ છે તાકિદે આ પુલની બને સાઇડ ની રેલીંગ નાખી મોતનુ તાંડવ રચાય તે પહેલા બનાવો જો સ્કૂલ વાન કે બસ ટ્રકો નો રસ્તો હોય અહી થી પસાર થાય છે તે રેલીંગ વગર જોખમ રહે છે વાનમાં અસંખ્ય વિદ્યાર્થીઓ હોય છે  ત્યારે મોટી દુર્ધટના સર્જાય તે પૂર્વ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.