માણાવદર નગરપાલિકા ના પ્રમુખ શ્રી નિર્મળસિંહ ચુડાસમા એ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ  (સ્ટેટ )  જૂનાગઢ તથા સચિવ શ્રી માર્ગ મકાન વિભાગ ગાંધીનગર તેમજ કલેકટર તથા ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા ને લેખિતમાં એક આવેદનપત્ર આપી માણાવદર – પોરબંદર ને જોડતા હાઇવે ઉપરના પુલની મરામત તથા નવું બાંધકામ કરવા જણાવ્યું છે.

આ અંગે મળતી વિગતો અનુસાર પ્રમુખ શ્રી  એ માર્ગ મકાન બાંધકામ વિભાગ ના સંબંધિત અધિકારીઓને રજૂઆત કરતાં જણાવેલ છે કે માણાવદર માં નવાબી શાસન એટલે આજથી ૨૦૦ વર્ષ પહેલાં હાલ જ્યાં રેફરલ હોસ્પિટલ આવી છે તેને અડીને એક નવનાલા ધારાવતો વિશાળ પુલ નવાબોએ લોકોની અવર જવર માટે બંધાવ્યો છે આ પુલ ઉપરથી દરરોજ અસંખ્ય નાનાં મોટા વાહનો પસાર થઇ રહ્યા છે . વર્તમાન સમયમાં આ પુલની એક સાઇડ તૂટી ગઇ હોવાથી પુલને વાહનોનો ભાર ઝીલવાની ક્ષમતા ધટી ગઇ છે તેથી આ તૂટેલી સાઇડ સત્વરે રિપેર કરી ભવિષ્ય માં કોઇ ગમખ્વાર ધટના ધેટ તે પહેલા તેની મરામત અને જરૂરી બાંધકામ કરવું એ લોકોની સુરક્ષા માટે જરૂરી છે .

અત્રે યાદ રહે કે અહીં અગાઉ એક – બે નાના અકસ્માતો પણ સર્જાયા હતા જેમાં એક ટ્રક આ પુલની  નીચે ખાબકયો હતો અને એક રિક્ષા પલટી ગઈ હોવાનુ કહેવાય છે તૂટેલી સાઇડ નવેસરથી બાંધવા નિર્મળસિંહ ચુડાસમા એ જણાવ્યું છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.