૧૪ વર્ષનાં કલ્પ પરીખે અનેક મેડલ અને પ્રમાણપત્રો મેળવ્યા છે: માત્ર ૬ વર્ષની ઉમરથી ચિત્ર દોરવાના શરુ શકયા તા
મન હોય તો માળવે જવાય આ કહેવત, ને સાર્થક કરતા મૂળ માણાવદરના ૧૪ વર્ષ ના બાળ ચિત્રકાર કલ્પ પરીખ ને ચિત્ર સ્પર્ધા માં અનેક મેડલ અને પ્રમાણપત્રો મળેલ છે. કુદરત દ્વારા અનેક બાળકોમાં અલગ અલગ પ્રકાર ની સર્જનાત્મ શક્તિ મુકવામાં આવી હોય છે. ત્યારે આવીજ મૂળ માણાવદર ના અને હાલમાં અમદાવાદમાં રહેતા હિરેનભાઇ પરીખ ના ૧૪ વર્ષના પુત્ર કલ્પમાં જોવા મળી છે.
કલ્પ અમદાવાદ ની સ્કુલ ઑફ અચીવરમાં ધોરણ ૯ માં અભ્યાસ કરી રહયો છે. ત્યારે કલ્પમાં ચિત્ર બનાવવાની અજબ શક્તિ સમાયેલી છે .આ બાળ ચિત્રકારની પેન્સિલ સ્કેચમાં એટલી નિપુણતા છે કે, તેણે અત્યાર સુધીમાં ૯૦ થી વધુ કલર ચિત્ર બનવ્યા છે. જેમાં સ્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, અમિતાભ બચ્ચન, મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નેહરુ, પ્રમુખ સ્વામી, મધર ટેરેશા સહિત અનેક લોકોના સ્કેચ બનાવ્યા છે. અદભુત અને આબેહુબ ચિત્ર દોરનાર કલ્પની ચિત્ર પ્રત્યે નાનપણથી જ લગાવ રહ્યો છે.
કલ્પ ની અંદર રહેલી આ કલાને બિરદાવવા માટે ગમે તેટલાં પુરસ્કાર કે શિલ્ડ મળે તો એ પણ ઓછા કહેવાય. એક જ પેન્સિલથી કોઈ પણ જાતની ચેક ચાક કર્યા વગર તેની સામે ઉભી રહેલી વ્યક્તિનું હુબહુ એવું જ ચિત્ર માત્ર થોડા સમયમાં જ દોરી શકે છે.
બાળ ચિત્રકાર કલ્પ કહે છે કે, મારી ચિત્રકલાથી સૌ કોઈ પ્રભાવિત છે. ત્યારે તેની માતાએ પણ કલ્પની પ્રતિભા ઓને ક્ષમતાઓને આવકારી છે. કલ્પની માતા પારૂલબેન જણાવે છે કે, મારો પુત્ર પરિવારનુ જ નહિ પરંતુ સમગ્ર રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી હુ ભગવાન પાસે પ્રાથના કરૂ આમ જોઈએ તો માતા-પિતાની એક જ ઈચ્છા હોય કે એમનું સંતાન એમનું નામ જ રોશન કરે. પરંતુ જ્યાં જીજાબાઈ,અને માતા કૌશલ્યા જેવા વિચારો ધરાવતા પારૂલબેનના સંતાન કલ્પમાં પછી કાઇ ઘટે ખરું? આ ચિત્ર યાત્રામાં કલ્પને તેની સ્કુલના શિક્ષકો પણ સતત માર્ગદશન આપીને પ્રોત્સાહિત કરે છે. શાળાના આચાર્યએ પણ આ બાળ કલાકાર કલ્પને આવકારી શાળાનું ગૌરવ ગણાવ્યું છે.