જે.એમ.પાનેરા આર્ટસ, કોમર્સ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ તથા આદિત્ય સ્કુલ, માણાવદરમાં એક શામ શહીદો કે નામ અંતર્ગત વાર્ષિકોત્સવની ઉજવણી તથા ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીના સહયોગથી ભવ્ય સાંસ્કૃતિક લોકડાયરો રાખવામાં આવેલ. વાર્ષિકોત્સવના અધ્યક્ષ સ્થાને માણાવદર શૈક્ષણિક સંકુલના આદ્યસ્થાપક જેઠાભાઈ પાનેરા ઉપસ્થિત રહ્યા હતા તથા આ કાર્યક્રમમાં અગ્રણી ઉધોગપતિ સુકાભાઈ આંત્રોલીયા, માણાવદર ભાજપ પ્રમુખ મથુરભાઈ ત્રાંબડિયા, ભૂતપૂર્વ સૈનિક અશોકભાઈ દવે, હરીભાઈ ભુત, કિરણભાઈ ચૌહાણ, ગીતાબેન મકવાણા કલાકારો રાજાભાઈ ગઢવી, ધાનસુરભાઈ ગઢવી, અંકિતાબેન સોની ઉપસ્થિત રહ્યા હતા. પુલવામા શહિદ થયેલા વીર સપુતોને તમામે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપી હતી. આ તકે માણાવદર વિસ્તારના ભૂતપૂર્વ સૈનિકોનું શાલ ઓઢાડીને આ સંસ્થાના ટ્રસ્ટી જેઠાભાઈ પાનેરા તથા ધર્મેશભાઈ પાનેરાએ સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના અ્ધ્યક્ષ સ્થાનેથી જેઠાભાઈ પાનેરાએ પોતાના ઉદબોધનમાં શહિદોને વિરાંજલી આપી હતી. વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત દેશભકિત ગીતો અને નૃત્યો રજુ થયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રજુ થયેલા દેશભકિત નાટકોનો પણ શ્રોતાઓએ રસાસ્વાદ માણ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમોના સમાપન બાદ લોક ડાયરો રાખવામાં આવ્યો હતો. જેમાં કલાકાર તરીકે લોકસાહિત્યકાર રાજાભાઈ ગઢવી, લોકગાયક ધાનસુરભાઈ ગઢવી તથા કોલીલકંઠી ગાયીકા તરીકે અંકિતાબેન સોનીએ ઉપસ્થિત રહી પોતાનો કલા પિરસી હતી. જેનો માણાવદરની કલાપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં રસાસ્વાદ માણ્યો હતો.
Trending
- 10.25-ઇંચ ટચસ્ક્રીન અને LED હેડલાઇટ્સ સાથે TATA એ લોન્ચ કરી ન્યુ Tata Tiago…
- TVC શુંટ દરમિયાન જોવા મળી ટૂંક સમયમાં લોન્ચ થનારી Hero Extreme 250R…
- યુનિટી ફાઉન્ડેશનનો સેવાયજ્ઞ: શનિવારે 81 દીકરીઓનો જાજરમાન સમુહ લગ્નોત્સવ
- ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ દ્વારા ‘વારસો’ શિક્ષણ અભિયાનનો પ્રારંભ
- 25-26 જાન્યુઆરીએ અમદાવાદમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ, ટિકિટો મિનિટોમાં વેચાઈ ગઈ, પણ પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી
- વૃંદાવનધામમાં આજે ઉકાણી પરિવાર દ્વારા દિપદાન મનોરથ
- કાલથી 20મી સુધી કરૂણા અભિયાન હાથ ધરાશે: મંત્રી મુળુભાઈ બેરા
- સુરત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જન્મદિનની ઉજવણી ‘સેવાદિવસ’ રૂપે કરી