- ત્રંબકેશ્ર્વર મહાદેવનો 92 વર્ષ જુનો ઇતિહાસ છે જીવત: શ્રાવણ માસ નિમિતે શિવભકતો કરે છે ભાવથી પુજન અર્ચન
વિશ્વનું નોખું અને અનોખું એવું બે નંદી વાળું માણાવદરનું ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ગરવા ગિરનારની ગોદમાં અને સૌરાષ્ટ્ર સોમનાથના દ્વારિકાધીશના અને માં ચોટીલાના માં માતરી માંના મધ્યમાં આવેલું જુનાગઢ જિલ્લાનું નોખું અને અનોખું બે પોઠીયાવાળું શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર આજે પણ અતિથનો ઉજળો ઈતિહાસ લઈને ધમધમે છે સામાન્ય રીતે શિવ મંદિરોમાં એક જ નંદી બાબા એટલે પોઠીયા બિરાજતા હોય છે પણ માણાવદરના સમર્થ લોકસંત બ્રહ્મલીન રઘુવીર દાસ બાપુ ગુરુ રામચરણદાસ બાપુના આશીર્વાદ અને તેમની ઉપસ્થિતિમાં જ માણાવદર ખૂબ જ રીતે ધમધમે છે
રઘુવીર દાસ બાપુએ માણાવદર પંથકમાં હનુમાન જયંતિનું દિવ્ય આયોજન કર્યું ધુવાળા બંધ રીતે હનુમાન જયંતી ઉજવવામાં આવે છે જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વિના કોઈ પણ દીકરીઓ નવરાત્રી ઉત્સવમાં જોડાઈ છે ધર્મ અને સંસ્કૃતિના કાર્યમાં રઘુવીરદાસ બાપુ અનન્ય રીતે કાર્યરત છે શ્રાવણ માસના દર સોમવારે બપોર પછી ત્યાં લોકમેળો યોજાય છે રાત્રે ભજનની સંતવાણીની રમઝટ બોલાય છે માણાવદરના પનોતા પુત્ર અને વિખ્યાત લોકગાયક પ્રાણલાલ વ્યાસના ભજનની શરૂઆત ત્રંબકેશ્વર મહાદેવ મંદિરથી થઈ તેમની સાથે પદ્મશ્રી દિવાળીબેન ભીલ ભીખુદાનભાઈ ગઢવી હાજી રમકડું અને સૌરાષ્ટ્ર કચ્છના અનેક કલાકારો શ્રાવણ મહિનાના સોમવારે રાત્રિના દિવસે ભજન સંતવાણીની રમઝટ બોલાવે છે પ્રાણલાલ વ્યાસ શ્રાવણ મહિનામાં કોઈપણ એક સોમવારે રઘુવીરદાસ બાપુ પાસેથી માત્ર એક રૂપિયો પ્રસાદી રૂપે લઈ ભજનની રમઝટ સવાર સુધી બોલાવતા સમર્થલો સંત બ્રહ્મલીન પૂજ્ય રઘુવીર દાસ બાપુ ગુરુ રામચરણદાસ બાપુ માગસર સુદ બારસના દિવસે તેમના વતનમાં બ્રહ્મલીન થયા ત્યાર પછી પણ માણાવદરનું મહાદેવ મંદિર નું ટ્રસ્ટીમંડળ અને યુવક મંડળ સુંદર રીતે સંચાલન કરે છે બ્રહ્મચ4 હોય કે યજ્ઞોપતિ યજ્ઞનો જનોઈ બદલાવવાનો ઉત્સવ હોય શ્રાવણ મહિનાના સોમવાર હોય કે અનેક ધર્મના તહેવારોમાં ધામધૂમથી તહેવારો ઉજવાય છે થોડાક પગથિયાં ચડી જાવ ત્યાં વિરાટ શિવ મંદિર એટલે કે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના દર્શન થાય બે પોઠીયા આજે પણ છે કાચબાજી છે માતા પાર્વતીજી છે બે ગણેશ છે તેની બાજુમાં પુરા કદની હનુમાનજી મહારાજની મૂર્તિ છે તેમની પાછળ મા લક્ષ્મીનારાયણની વિરાટ પ્રતિભા હતી તેમની બાજુમાં વિષ્ણુ ભગવાનની પ્રતિભા સ્થાપિત કરવામાં આવી અંબાજીનું મંદિર છે અને સમર્થ લોકસંત રઘુવીર દાસ બાપુ ગુરુ રામચરણદાસ બાપુની કુટીર પણ છે બગીચો છે અને દૂરથી જ મનમોહક શાંત અને અતિ પ્રિય એવું આ સ્થાન પહેલી જ નજરે જોતા આપણે આનંદવિભોર થઈ જઈએ છીએ બાજુમાં ખડખડ કરતી સાર્વતી નદી છે પહેલાના સમયમાં મહાદેવ મંદિર ની આસપાસ નો વિસ્તાર ઉજ્જડ હતો હવે એ પણ અનેક સોસાયટીઓ સ્કૂલો અને વિસ્તારોથી એ ધમધમ્યો રહ્યો છે આજે પણ જુની પેઢી હોય કે નવી પેઢી હોય અચૂક રીતે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના દર્શને આવે છે શ્રદ્ધા અને ભક્તિથી તે રઘુવીર દાસ બાપુના દર્શન કરે છે માનતાઓ મારે છે
શ્રાવણ મહિનાના સોમવારે બપોર પછી સ્વયંભૂ રીતે લોકમેળો યોજાય છે ભજન ધૂન અને સંગીતની રમઝટ બોલે છે રાત્રિના 12:00 વાગ્યાની આરતીમાં 400 થી 500 શિવ ભક્તો મહાદેવ મંદિરની આરતીમાં આવે છે સુંદર રીતે સંચાલન કરે છે અને ધીમે ધીમે એનો વિકાસ પણ કરી રહ્યા છે
ત્રંબકેશ્વર મહાદેવ મંદિર આમ તો મહાદેવિયા મંદિરને નામે ઓળખાય છે બિહારના એક નાનકડા ગામડાના સંત દ્વારિકાની જાત્રાએ જવા માટે શાહપુર થી સરાડીયાની ટ્રેનમાં જતા હતા લગભગ આગણીસો બત્રીસ ની આ વાત છે એ રેલવે રેલ્વે સ્ટેશનમાં કંદોઈ ભાનુશંકરભાઈ મેતાની દુકાન ધમધમે બ્રાહ્મણનો જીવ એટલે આપતા સ્વચ્છતા અને સાધુ સંતોને તેઓ યથાશક્તિ ભોજન પ્રસાદ અને દક્ષિણ આપે રઘુવીરદાસબાપુ ત્યાંથી ભોજન પ્રસાદ લઈ માણાવદર નગરમાં આવ્યા માણાવદર નગરની મધ્યમાં પીપળેશ્વર મહાદેવ કરીને સ્થાન ત્યાં એકાદ દિવસ રોકાણા ત્યાંથી એ વખતમાં ગામના છેવાડે આવેલું નાનકડું મહાદેવનું મંદિર ત્યાં બાપુ એકાદ દિવસ રોકાઈને માણાવદરની બાજુમાં આવેલું ગામ એટલે ખાંભલા સુલતાના બાદ પણ તરીકે ઓળખાય છે ત્યાં હનુમાનજીની મઢી ત્યાં પાચક વરસ રોકાણા તુલસી વિવાહ અને ધર્મના કાર્યો કર્યા પણ ખાંભલામાં તેમનું મન જોઈતું નહીં એટલે પુન માણાવદરમાં મહાદેવ મંદિરમાં એ આવ્યા ત્યાં નાનકડી મહાદેવિયાની ડેરી હતી સાધુ જીવન રામદૂત અતુલિત બળધામા એટલે હનુમાનજી મહારાજની અનુષ્ઠાન કર્યું ધીમે ધીમે ત્રંબકેશ્વર મહાદેવ નો વિકાસ થતો ગયો હનુમાનજી મહારાજની પૂરા કદની મૂર્તિ માં અંબાની મૂર્તિ અને લક્ષ્મીજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે સાથે વર્તમાન યુગના સુખદેવજી સમા ડોંગરેજી મહારાજની ભાગવત સપ્તાહનું આયોજન કર્યું એ સાલ 1968-69 હતી શંકર ભગવાનની સામે એટલે કે મહાદેવની સામે જુનો કોઠ્યો હતો અને કાચબો હતોમાં અંબાની મૂર્તિ અને લક્ષ્મીનારાયણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે શિખર બંધ ચાર મંદિરોની પણ સ્થાપનાનો યોગ આવ્યો શંકર ભગવાનની સાથે જૂનો પોઠિયો પોઠીયો નહીં ખૂબ મહેનત કરી પૂજ્ય રઘુવીર દાસ બાપુ અને ડોંગરેજી બાપુએ પોઠિયા ને કીધું ચલ હટ થોડી જગા દે અને પોઠિયો હટી ગયો એટલે અત્યારે પણ જુનો પોઠિયો અને નવો આરસપાનનો પોઠિયો ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજે છે