જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક પાંડીયન તથા પોલીસ અધિક્ષક નિલેશ ઝાજડીયા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એમ. એસ. રાણા ની સુચના થી તથા ડીવીઝન ના ઇન્ચાર્જ ના.પો અધિ. જાડેજા ના માર્ગદર્શન અનુસાર છેલ્લા એક વર્ષ થી પેરોલ જમ્પ કરી ગયેલ આરોપી ભીતાણા અને મિતીની સીમમાં રહેતો હોવાની બાતમી મળતા બાંટવા પીએસઆઈ આર. કે. રાઠવા તથા શીલ પીએસઆઇ આર. ડી વ્યાસ અને બાંટવા તથા શીલ પોલીસ સ્ટાફે આજરોજ બે મર્ડર કેસમાં આજીવન સજા ભોગવતો અને પેરોલ જમ્પ કરી ગયેલ આરોપી મેરૂભાઇ જેતાભાઇ ઑડેદરા જાતે મેર ઉ.વ. ૪૫ રહે ભીતાણા વાડી વિસ્તાર વાળાને આજરોજ મીતી – ભીતાણા સીમમાંથી સંયુક્ત રીતે કાર્યવાહી કરી ઝડપી પાડી પ્રિઝન એકટ કલમ ૫૧ એ ૫૧ બી મુજબ ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.
માણાવદર: ત્રિપલ મર્ડરના પેરોલ જમ્પ આરોપીને દબોચી લેવાયો
Previous Articleધોરાજી: ખુન કેસના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
Next Article વિકાસની ગતિ વધી, દાહોદમાં રેલ કારખાનાનું શુભારંભ