વિદ્યાર્થીઓની બ્રાહ્મ અને આંતરિક શક્તિઑના વિકાસ માટે પર્વતમાન સમય માં શાળા – મહાશાળાઑ અને બાલવાટિકા કેન્દ્રોમાં વિવિધ જાતની હરીફાઇઑ તથા વિવિધ જાતના પ્રદર્શનોને અગ્રતા આપવામાં આવે છે જેનાજ એક ભાગ રૂપે આજરોજ માણાવદર ની શૈશવ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ને નવી જાણકારી મળે તે માટે વિજ્ઞાન તથા ગણિત નું પ્રદર્શન કલ્ચર એજ્યુકેશન ટ્રસ્ટ ના ટ્રસ્ટી રીટાબેન દોશી – રાજુભાઇ દોશી તથા કોલેજ ના પ્રિન્સિપાલ મેતરા સાહેબ ના વરદ હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતુ
આ પ્રદર્શન માં કુલ ૪૮ કૃતિઓ રજૂ થઇ હતી જેમાં ધોરણ – ૫ થી ૭ ના વિદ્યાર્થીઓ દ્વારા ૩૦ તથા ધોરણ – ૮ થી ૧૦ ના વિદ્યાર્થીઓ દ્વારા ૧૮ કૃતિઑ રજૂ કરાઇ હતી જેમાં ધ્યાનાકર્ષક એવી લેસર ફેન્સિંગ, આધુનિક સિકયોરિટી, વિશેષ એમ્બ્યુલન્સ માર્ગ વ્યવસ્થા , કાર્બન તથા નેનો ટેકનોલોજી જેવી કૃતિઓ એ ખાસ ધ્યાન ખેંચ્યું હતુ આ ઉપરાંત અન્ય બીજી કૃતિઓ પણ નવી જાણકારી સાથે લોકોને પોતાના તરફ ખેંચી રહી હતી .
આ પ્રદર્શન ને સફળ બનાવવા શિક્ષકો ની સાથે દરેક વિદ્યાર્થીઓનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મોટો ફાળો હતો પ્રદર્શન ના સારા દેખાવ માટે દિપકભાઇ ફુલેત્રા , સંદિપભાઇ મકવાણા, ઉમેશભાઇ ફુલેત્રા વગેરે એ અથાક પરિશ્રમ કર્યો હતો આ પ્રદર્શન મેળામાં શાળા ના આચાર્ય દિલિપભાઇ રાયજાદા , ચનિયારા , માંડલીયા, ભાડજા , સંધવી , શ્યામ શુકલ, સાદીયા વગેરે શિક્ષકો હાજર રહયા હતા અને પ્રદર્શન ની સફળતા બદલ પ્રદર્શન સમાપન સમયે શાળા ના આચાર્ય એ સૌ સહયોગીઑનો આભાર વ્યક્ત કર્યો હતો….