Abtak Media Google News
  • 14 ઇંચ વરસાદ ખબક્તા 22 ગામ સંપર્ક વિહોણા
  • લીંબુડા, થાનિયાણા, સરદારગઢ જાંબુડા, સણોસરા સહિતના ગ્રામ્ય પંથક
  • જળબંબાકાર :પોલીસ પ્રશાસન ખડે પગે :1100 લોકોનું સ્થળાંતર

જુનાગઢ જિલ્લામાં સતત ચાર દિવસથી આવરી વરસાદ વરસી રહ્યો છે ત્યારે જેમાં સૌથી વધુ માણાવદર, વિસાવદર ,માળીયા તાલુકામાં વરસાદ પડ્યો છે. માણાવદરમાં આભ  ફાટ્યું હોય તેમ 10 થી 14 થી જ વરસાદ તારાજી સર્જી  છે અહીં માણાવદર પીએસઆઇ બારોટ સહિતના સ્ટાફે આઠ દિવસના એક બાળક અને તેની માતાનું પાણીમાંથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા માણાવદર અને બાટવા પંથકમાં કુલ 1100 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી તેઓને આશ્રય સ્થાનોમાં આશ્રય આપવામાં આવ્યો હતો અહીંના બ્રહ્મ સમાજમાં આશરે મેળવનાર લોકોને જલારામ ટ્રસ્ટ પીએસઆઇ મામલતદાર મારું સહિતના તંત્ર દ્વારા ફૂટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સિવાય પોલીસે એક વિસ્તારમાંથી ઘરમાં ખુશી જતા ત્યાંથી પશુઓની અને એક વૃદ્ધ મહિલા ને ખાટલામાં સુવડાવીને પાણીમાંથી બહાર કાઢ્યા હતા શહેરના એસટી બંધ બસ સ્ટેન્ડ પાસેથી 250 લોકોનું સ્થળાંતર કરાયું હતું સરદાર ગઢ ગામમાં પૂરના પાણી ફરી વળતા અનેક ખેતી પાકને નુકસાન થયું હતું છે

શહેરના ગાયત્રી મંદિર ,ગિરિરાજ નગર ,ગોકુલ નગર સ્ટેશન પ્લોટ, મફતિયા પરા,  સ્ટેન્ડ પાસે શાક માર્કેટ ગલી , બાગ દરવાજા વિસ્તારમાં ગોઠણરૂપ પાણી ભરાયા હતા માણાવદર નો રસાલા ડેમ ભાઈજનક રીતે ચાર ફૂટ ઉપરથી પાણી વહ્યું  હતું એક તબક્કે સ્થિતિ ગંભીર બની હતી પરંતુ તંત્ર અને પોલીસના સહયોગથી હાલ માણાવદરની સ્થિતિમાં છે

જૂનાગઢ જિલ્લામાં સચરાચર મેઘસવારી

  • જૂનાગઢ શહેરમાં અને વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ વિસ્તારમાં વરસાદની અસર વધારે જોવા મળી છે.
  • જૂનાગઢ જિલ્લામાં અવિરત વરસાદને કારણે તેમજ ઉપરવાસમાંથી ખૂબ જ પ્રમાણમાં પાણીની આવક થતા ઘેડ પંથકમાં કેશોદ, માણાવદર, માંગરોળ તાલુકાના અંદાજે 48 જેટલા ગામડાંઓ સંપર્ક વિહોણા છે, જેમાં માણાવદરમાં સૌથી વધુ 22 જેટલા ગામ તેમજ માંગરોળમાં 15 ગામ સંપર્ક વિહોણા છે.
  • જિલ્લાના 14 જેટલા ડેમ ઓવરફ્લો: 86 ગામડાઓને એલર્ટ રહેવા અને નાગરિકોને સલામત સ્થળે રહેવા અપીલ

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.