માણાવદર નગરપાલિકા ના નવા ચૂંટાયેલા બોર્ડ ની તા ૧૯ માર્ચના રોજ પ્રમુખ નિર્મળસિંહ ચનુભા ચુડાસમા ના અધ્યક્ષસ્થાને મળેલ પ્રથમ સાધારણ સભામાં સૌ પ્રથમ નવા વરાયેલ પ્રમુખ , ઉપ પ્રમુખ , વિરોધ પક્ષના નેતા અને તમામ સદસ્યોશ્રીઑનું ચીફ ઑફિસર વતી અભિવાદન સાથે સ્વાગત કરવામાં આવેલ હતું.
આ સાધારણ સભાના અધ્યક્ષ અને પ્રમુખ એવા નિર્મળસિંહ ચુડાસમા નો આ અંગે સંપર્ક કરતાં તમેણ જણાવ્યું કે સને ૨૦૧૮ / ૧૯ ના વર્ષ માં શહેરનો સંપૂર્ણ વિકાસ થાય તેવુ રૂપિયા ૧૩ કરોડ નું વિકાસલક્ષી બજેટ બહુમતિ મંજૂર કરવામાં આવેલ છે તેમજ નગરપાલિકા કચેરીમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ ને ભવિષ્યમાં આર્થિક લાભ મળે તે હેતુથી સરકારશ્રી ની પ્રવર્તમાન નિતીઑ મુજબ ઇ.પી.એફ. કપાત કરી તેઑને આર્થિક સુરક્ષા કવચ આપવાનો મુદો બહુમતી થી મંજૂર કરવામાં આવેલ છે આ ઉપરાંત નગરપાલિકા ની વિવિધ સેવાઓ માં અકારણ થતો વિલંબ દુર કરી શકાય અને દૈનિક કામગીરીઓ વેગવંતી બનાવી શકાય તે માટે સરકારશ્રી ના પ્રવર્તમાન નિયમોનુસાર ખાલી પડેલ મહત્વ ની જગ્યાઓ ઉપર કવોલીફાઇડ સ્ટાફની નિમણુંક કરી પાલિકા ની વહીવટી કામગીરી સરળ બનાવવા નો મુદ્દો બહુમતિ થી મંજૂર કરવામાં આવેલ છે આ સિવાય પણ શહેર ના વિકાસલક્ષી મુદ્દો ઑ બહુમતિ થી મંજૂર કરવામાં આવેલ હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,