સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજનાનો સમગ્ર રાજયમાં અમલ થાય અને પરીણામલક્ષી કામગીરી થાય તે માટે તા. ૧ મે થી ૩૧ મે દરમ્યાન વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવા કરવામાં આવેલ આયોજન મુજબ તા. ર મે ના રોજ માણાવદર શહેરના જુની પોલીસ લાઇન કવાર્ટસ પાસે આવેલ વોકળાની સઘન સફાઇ ઝુંબેશનો માણાવદર નગરપાલિકાના પ્રમુન નિર્મળસિંહ સી. ચુડાસમા અને ઉ૫પ્રમુખ જયેશભાઇ એલ.વાછાણી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે નગરપાલિકાના અન્ય સદસ્યો પણ હાજર રહેલ હતા અને પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા વોકળાની સફાઇની કામગીરી શરુ કરાવવામાં આવી હતી. ત્યારબાદ સેનીટેશન સ્ટાફ દ્વારા આ કામગીરી આગળ વધારવામાં આવેલ હતી. આ અંગે પ્રમુખનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે વરસાદ પાણીનો નિકાલ થાય અને ચોમાસાના સમય દરમ્યાન લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે અમારી આખી ટીમ નિયમીત રીતે કાર્યરત છે. અને નગરપાલિકા કચેરીની સંબંધીત શાખાઓને પણ અસકારક અમલવારી કરવા સુચનાઓ આપવામાં આવેલ છે. તેમજ દરેક કામગીરીની પ્રમુખ, ઉપપ્રમુખ તથા જે તે વોર્ડના સદસ્યો દ્વારા સ્થળ ઉપર જઇ જાત તપાસ કરવામાં આવી રહેલ છે. આમ નગરપાલિકા તંત્ર દ્વારા ખરા અર્થમાં લોકોનુ સુખાકારી માટે દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com