ખેડુતોની દયનીય હાલત, પંચાયત સહાય કરે તેવી માંગજીજ્ઞેશ પટેલ
માણાવદર તાલુકાનું ગણા ગામ જયા ભાદર અને ઓસમ ડુંગર માંથી આવતી ધુધવી નદીના પાણીએ ભારે તારાજી સર્જી છે અહીની ગ્રામજનો ના અંદાજે એક હજાર વિઘા જમીનનું સદંતર ધોવાણ થય ગયુ છે અને તમામ જમીનમા વાવેતર કરેલ મગફળી તેમજ કપાસ સહીતના બિયારણનું સંદતર ધોવાણ થય ચુક્યુ છે
ત્યારે ખેડુતોની મુશ્કેલી અતિ ભયાનક બની ચુકી છે જયારે ગણા ગામની જમીન નુ તો ધોવોણ થય ચુકયુ છે તો આ ગણા ગામની અમુક જમીનો નુ બે બે ફુટનું ધોવાણ થતા ખેડુતો આ જમીનમાં પાછી ભરતી કરવાની પણ મુસીબત મા મુકાયા છે જયારે અમુક જમીનો મા હજુ પાણીથી બેટ જેવા થય જતા હજુ સુધી પાણી ન ઉતરતા ખેડુતો પાણી ઉતરવાની રાહ જોઇને બેસી રહ્યા છેજયારે જમીનોના ધોવાણની સાથે સાથે રસ્તા ઓ પણ ધોવાઈ ગયેલ છે જેથી હાલમા અમુક રસ્તા ઓની ઉપર સાઇકલ પણ ન ચાલે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે અને રસ્તાઓ ના ધોવાણની સાથે સાથે જી ઇ બી ના પોલોપણ ઘરાશય થયેલા જોવા મળી રહ્યા છે ત્યારે ખેડુતોની આ દયનિય હાલત બનિ ચુકી જે અને ખેડુતોએ પંચાયત પાસે જય સરકાર સહાય કરે તેવી માગણી કરી રહ્યા છે
હાલ ખેડુતો સહાય માટે સરકાર પાસે કરગરી રહ્યા છે ત્યારે માણાવદર તાલુકામા સૌથી મોટી તારાજી થયછે આ ગણા ગામે ત્યારે આ ગામની તાલુકા વિકાસ અધિકારી આર.વી. માણાવદરીયા તેમજ જિલ્લા ડેપ્યુટી ડીડીઓ પી . એસ. બારૈયા મામલતદાર જોષી સહીતના અધિકારી ઓ એ તાત્કાલિક મુલાકાત કરી હતી ડેપ્યુટી ડીડીઑ સર્વે માટે જુદી જુદી ટીમો બનાવી છે
અને સર્વે ની કામગીરી શરૂ કરી દીધી છે ખેડુતોની વ્યથાતો તંત્રએ સાંભળી પરંતુ રસ્તા નુ ધોવાણ થતા હાલ આ ગામે બસ બંધ હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓની વ્યથા કોણ સાંભળશે તે તો જોવાનુજ રહ્યુ