કાર્યક્રમમાં ક્રાંતિકારી સરદારસિંહ રાણાના પ્રપૌત્ર અને પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણાનું વ્યાખ્યાન યોજાયું

માણાવદરમાં આર.એસ.એસ. દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શહેરની રાષ્ટ્રપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉમટી પડી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય વકતા ક્રાંતિકારી સરદારસિંહ રાણાના પ્રપૌત્ર અને પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા દ્વારા વ્યાખ્યાન આપવામાં આવેલ.

આ પ્રસંગે તેઓના વ્યાખ્યાનમાં જણાવેલ કે, વર્તમાનમાં લોકો માત્ર ૧૯૪૭ના ભારતના ભાગલા જ યાદ છે પરંતુ ૧૮૫૭ના પ્રથમ ક્રાંતિકારી ચળવળ પછીથી પ્રથમ ભારતમાંથી ૧૮૭૬માં અફધાનીસ્તાન છુટુ પડયું ત્યારથી લઈને ૧૯૭૧માં બાંગ્લાદેશ સુધીમાં એટલે કે ૯૫ વર્ષના ગાળામાં કુલ આઠ વખત ભારતના ભાગલા પાડવામાં આવેલ છે. આમ અંગ્રેજોએ ભાગલા પાડોને રાજ કરોની નીતિ અપનાવી ભારત ઉપર ૨૦૦ વર્ષ સુધી રાજ કર્યું.

દેશની કરૂણતા સમાન વિભાજનોને ભારતના યુવકોના મનમાં અનેક પ્રશ્નો જન્માવ્યા વિભાજન શા માટે ? આ વિભાજનની વિરૂધ્ધમાં એકપણ આંદોલન કેમ ન થયું ? વિભાજનને કેમ રોકી શકાયુ નહી ? અત્યારે એવું નથી લાગતુ કે આ પરિસ્થિતિ ફરીથી વિવિધ પ્રદેશોમાં આકાર લઈ રહી છે ? દેશમાં આટલો આતંકવાદ કેમ ? આવા અનેક પ્રશ્નો વિશે તેમને પોતાના ઉદ્બોધનમાં વિસ્તૃત છણાવટ કરી માહિતી આપી હતી.

આ પ્રસંગે ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજના દર્શન કરવાનો પણ શહેરની જનતાને અવસર પ્રાપ્ત થયો જે રાષ્ટ્રધ્વજ ૧૯૦૭માં જર્મનીમાં સ્ટુટગાર્ડમાં યોજાયેલ દ્વિતીય આંતરરાષ્ટ્રીય મહાસભામાં મેડમ ભીખાયજી કામા અને સરદારસિંહ રાણાએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ મહાસભમાં પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

આ રાષ્ટ્રધ્વજ વર્તમાનમાં ભાવનગર સ્થિત સરદારસિંહ રાણાના પ્રપૌત્ર અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા પાસે સન્માન સાથે સુરક્ષીત રાખવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં તાલુકા મા.સંઘ ચાલક અનિરુધ્ધભાઈ યાદવ, તાલુકા કાર્યવાહી ભરતભાઈ શોભાષણા, પ્રાંત સહસંપર્ક પ્રમુખ જીતુભાઈ ભીંડી તેમજ હસ જિલ્લા કાર્યવાહ અશોકભાઈ પૈડા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.