બાંટવા ડેમના ૧૪ દરવાજા ખોલાયા
માણાવદર અને આજુ બાજુ ગામો માં વહેલી સવારથી ૧૨ ઇંચ જેટલો વરસાદ પડતા માણાવદર તાલુકા ના ઉપર વાસ ના તમામ ડેમો સણોસરા ,દગડ ,રસાલા ડેમ વગેરે જેવા ડેમો ઓરવ ફલો થતા તમામ ડેમો ના પાણી બાંટવા ખારા ડેમ માં જતા બાંટવા ખરા ડેમ ના ૧૪ દરવાજા ખોલવાની ફરજ પડી હતી ૩ ફૂટ જેટલા ખોલતા રફાળા ફાટક પુલ ઉપર ૩ ફૂટ જેટલું પાણી આવતા પાસે પોરબંદર અને જુનાગઢ ને જોડતો રસ્તો પણ બંધ થયેલ,ડેમ ની નીચે ના ગામો ભલગામ ,કોડવાવ ,સમેગા ,થાપલા સંપર્ક વિહોણા બનીયા છે.
ત્યારે કોડવાવ ગામ ના સહકારી મંડળી ના પ્રમુખ અરવિંદભાઈ લાડાણી સાથે સંપર્ક કરતા તેઓ જણાવેલ કે ૧૯૮૨ ના હોનારત કરતા ૧ ફૂટ ઓછુ પાણી આવ્યુ છે.કોડવાવ ગામ ની ગૌશાળા દીવાલ પડી ગય છે અને સહકારી મંડળી માં પાણી અંદર આવશે તો ૮૦૦ થેલી જેટલું ખાતર પલળી જશે અને પાણી ઉતરીયા બાદ ખેતરો ના ધોવાણ ની ખબર પડે તેવી માહીતી અરવિંદભાઈ લાડાણી આપેલ હતી