- મામલતદારે યોગ્ય સફાઈ જાળવવા કર્યો અનુરોધ
- પાલિકાના કર્મીચારીઓએ ભેગા મળી કરી કામગીરી
માણાવદરમાં મામલતદાર સ્મશાનગ્રહની મુલાકાતે પહોચ્યા હતા. જ્યાં સફાઈ મામલે મામલતદાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. જે બાદ પાલિકાએ તાબડતોબ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. પાલિકાના ચીફ ઓફિસરે સ્મશાનગ્રહની મુલાકાત લીધી અને ચીફ ઓફિસર એમ.આર ખીચડીયાએ પાલિકાના સફાઈ કર્મચારીઓ, વીજ વિભાગના કર્મચારીઓને સાથે રાખી પોતે માથે ઊભા રહીને સમસ્યાઓ નિપટાવી હતી. આ ઉપરાંત લાઈટો સહિતના મુદ્દાઓનું નિવારણ આવે તેવા પગલા હાથ ધરવામાં આવ્યા છે. તેમજ અઠવાડિયામાં 2 વાર યોગ્ય સફાઈ કરવા માટે સેનિટેશનના અધિકારી દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. જે અંગેનો રીપોર્ટ મામલતદારને કરવા અંગે જણાવામાં આવ્યું છે.
માણાવદર પાલિકા હસ્તકના સ્મશાનગૃહમાં લાઈટો બંધ હતી, પીવાના પાણીની કોઈ જાતની વ્યવસ્થા ન હતી. ચારે બાજુ ગંદકીના થરો ઉભરાયા હતા. સ્મશાનમાં અગ્નિદા દેવા શબને લઈ આવનાર ડાધુઓ બેસી શકે તેવા સ્વચ્છ બાંકડા રહ્યા ન હતા.બાકડા ધૂળથી લપેટાઈ ગયા હતા. સંડાસ- બાથરૂમ સફાઈના અભાવે નર્કાગાર બની ગયા હતા. આવા કારણો માણાવદરમાં નવા આવેલા મામલતદાર મહેશ શુક્લાની સ્મશાનની સરપ્રાઈઝ વિઝીટથી બહાર આવ્યા હતા.
મામલતદાર મહેશ શુક્લાની સૂચનાથી તાત્કાલિક અસરથી માણાવદર પાલિકાના ચીફ ઓફિસરે સ્મશાનગ્રહની મુલાકાત લીધી હતી અને ચીફ ઓફિસર એમ.આર ખીચડીયાએ પાલિકાના સફાઈ કર્મચારીઓ, વીજ વિભાગના કર્મચારીઓને સાથે રાખી પોતે માથે ઊભા રહીને સમસ્યાઓ નિપટાવી હતી. સફાઈ અભિયાન પછી પણ મામલતદારે સ્મશાનગ્રહની ફરી વિઝીટ કરી હતી અને સંતોષ માન્યો હતો.
અહેવાલ : જીજ્ઞેશ પટેલ