પેન્સિલ બનાવવાનું મશીન અને જોબવર્ક આપવામાં વચ્ચે પડેલા યુવક ફસાયો

માણાવદરના ઇન્દ્રા ગામના યુવક સામે થયેલ છેતરપિંડીના ગુનામાં સુરતથી પકડાયેલા આ શખ્સો સાથે પણ રૂપિયા ૧૨ લાખની છેતરપિંડી થઈ  હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જૂનાગઢ તાલુકાના ગલિયાવડ ગામે રહેતા પ્રવીણભાઈ ગોપાલભાઈ બુટાણીએ આરોપી રોહિતભાઈ બેચરા વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોતાને આરોપીએ પેન્સિલ બનાવવાનું મશીન આપી, જોબવર્ક આપવાની લાલચ આપી, રૂપિયા એક લાખની છેતરપીંડી કર્યા અંગેની ફરિયાદ કરવામાં આવતા, મળેલ માહિતી આધારે આરોપી રોહિત બેચરા સુરત ખાતે હોઈ,  આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી સુરત પોલીસની મદદથી આરોપી રોહિત મનસુખભાઇ બેચરાને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી.

પકડાયેલ આરોપી રોહિત મનસુખભાઇ બેચરા જાતે પટેલની સઘન પૂછપરછ કરવામાં આવતા, પોતે મૂળ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ઇન્દ્રા ગામનો રહેવાસી હોવાનું અને પોતાને જે પાર્ટી મશીન સપ્લાય કરતી હતી, તે પાર્ટીએ પોતાની સાથે ત્રણ ચાર મહિના મશીન સપ્લાય કરેલ અને જોબ વર્ક પણ આપેલ હતું. પરંતુ, ચાર મહિના બાદ એ પાર્ટી બધુ છોડીને નીકળી જતા, પોતે ફરિયાદીને મશીન આપવામાં તથા જોબ વર્ક આપવામાં વચ્ચે હોઈ, પોતાની સાથે પણ રૂ. ૧૫ લાખ જેટલા રૂપિયાનું ચિટિંગ થઈ જતા, પોતાની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગયેલ હતી. જેથી ફરિયાદીને પોતે રૂપિયા આપી શકેલ ના હોવાનું અને અન્ય લોકોને પણ પોતે પેન્સિલ મશીન સપ્લાય કર્યાની  કબૂલાત કરવામાં આવેલ હતી, તથા પોતાને આ ધંધામાં ખોટ જતા, પોતે હાલ જમીન, મકાનની દલાલી કરતો હોય, તમામ લોકોને રૂપિયા પરત ચૂકવવા તૈયારી પણ બતાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.