માણાવદરના રહીશ અને પાનનો ગલો ચલાવતા મુસ્લીમ નીલેશભાઇ બાબુભાઇ શેખ તથા તેમની પત્ની ફરઝાનાબાપુ શેખનું ત્રણ વર્ષ પહેલા સને 2020 ના એપ્રિલ મહિનામાં ગેસનો બાટલો બદલાવતા સમયે બાટલો ફાટતા ભયંકર આગ ફાટી નીકળી હતી. તેમાં નીલેશભાઇ તથા પત્ની ફરઝાનાબેન દાઝી ગયા હતા. તેમને પ્રથમ માણાવદર અને ત્યારબાદ જુનાગઢ અને કેસની ગંભીરતા જોતા બન્નેને રાજકોટની સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં પતિ અને પત્ની એમ બન્નેનું થોડા થોડા અંતરે મૃત્યુ થયુ હતું.
આ અંગે પરિવારે ગેસ એજન્સી સામે ફરીયાદ કરી હતી. આ કેસનો નિકાલ છેક ત્રણ વર્ષ બાદ એટલે કે સને 2023 ની એપ્રિલમાં આવેલો અને મૃતક પરિવારના પક્ષમાં ફેસલો આવતા રાજકોટ ઇન્ડેન ગેસના એરિયા ઓફીસર (મેનેજર) સચિન ખુરાના, જુનાગઢના ઇન્ડેન સેલ્સ ઓફીસર મનોજ લાખાની વગેરે માણાવદર આવ્યા હતા. અને મૃતક પરિવારના સભ્યોને બોલાવી અહીના ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણીના હસ્તે શેખ પરિવારને રૂ. 1ર લાખ ર0 હજારની ચેક અર્પણ કર્યો હતો.
આ તકે લાયન્સ કલબ માણાવદરના પ્રમુખ પ્રવિણભાઇ નાદપરા, લાયન્સ જોઇન ચેરમેન નરેન્દ્રભાઇ સવસાણી, લાયન વિજયભાઇ ત્રાંબડિયા તથા ધ્રુવ ઇન્ડેન ગેસ સર્વિસ માણાવદરના લલીતભાઇ જમનાદાસભાઇ ઘોડાસરા તથા ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણી વગેરે ઉ5સ્થિત રહ્યા હતા. આ ચેક લાડાણી તથા ખુરાના એમ બન્નેના હસ્તે અપાયો હતો.