પ્રમુખ સ્વામિ મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે
પુ. અપૂર્વમૂનિ સ્વામી સતત પાંચ દિવસ સુધી વિવિધ પ્રેરક વિષયો પર આપશે પારિવારીક સામાજીક્ પ્રશ્ર્નોનું સમાધાન
આજના આધુનિક યુગમાં સુખ-શાંતિની શોધ કરતો માનવ પ્રતિદિન અને પ્રતિક્ષણે સાધન-સંપતિ, સગવડ અને સજાવટમાં નિરંતર વધારો કરી રહ્યો છે. છતાં પ્રતિદિન અને પ્રતિક્ષણે અશાંતિ અને અજંપામાં, દુરાચાર અને ભ્રષ્ટાચારમાં, સંઘર્ષો અને છૂટાછેડામાં, હત્યા અને આત્મહત્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે કારણ કે, વિશ્વનો ઉત્કર્ષ થયો પરંતુ માનવનો ઉત્કર્ષ ન થયો. જેઓએ પોતાની 95 વર્ષની સમગ્ર આવરદા માનવજાતના ઉત્કર્ષ માટે સમર્પિત કરી દીધી તેવા વિરલ સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તેઓના અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ.મહંતસ્વામી મહારાજના શુભાશિષથી રાજકોટના આંગણે તારીખ 1 જૂન, બુધવારથી તારીખ 5 જૂન, રવિવાર, પાંચ દિવસદરરોજ રાત્રે 8:30 થી 11:30 દરમ્યાન રેસકોર્સ મેદાન ખાતે ભવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં દેશ-વિદેશમાં હજારો પ્રવચન, પારાયણ, શિબિર અને સેમિનાર દ્વારા લાખો બાળકો-યુવાનો-વડીલોને ઉત્કર્ષના પંથે પ્રેરનાર ઇઅઙજ સંસ્થાના તેજસ્વી અને ઓજસ્વી મોટીવેશનલ સ્પીકર સંત પૂ.અપૂર્વમુનિ સ્વામી એમની રસાળ અને ચોટદાર શૈલીમાં પ્રસંગ, દ્રષ્ટાંત, સંવાદ, પ્રશ્નોત્તરી અને ફોટો-વિડીયોની અદ્દભુત પ્રસ્તુતિ સાથે પ્રસન્નતાસભર પરિવર્તનની અનુભૂતિ કરાવશે.
માનવ ઉત્કર્ષ મહોત્સવના અંતિમ દિવસ તા.5 જૂન, રવિવારે પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો ઉદ્દઘોષ સમારોહ ઇઅઙજ સંસ્થાના વરિષ્ઠ સદ્દગુરુ સંત પ.પૂ. ડોક્ટર સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે.
માનવ ઉત્કર્ષ મહોત્સવની પૂર્વ સંધ્યાએ તા.31 મે, મંગળવારે સાંજે 5 થી 7 દરમ્યાન ઇઅઙજ રાજકોટના હજારો બાળબાલિકાઓ વિશ્વ તમાકુ નિષેધ દિને વિરાટ વ્યસનમુક્તિ રેલી દ્વારા નિર્વ્યસની રાજકોટનો સંદેશ પ્રસરાવશે. સાથે તા.6 જૂન, સોમવારે સાંજે 6 થી 9 દરમ્યાન વિરાટ મહિલા સંમેલન પણ યોજાશે જેમાં રાજકોટ ઇઅઙજ ની બાલિકા-યુવતી-મહિલાઓ સંવાદ, નૃત્ય, પ્રવચન અને વિડીયોની રસપ્રદ પ્રસ્તુતિથી સ્ત્રીશક્તિને શિક્ષણ, સંસ્કાર, સેવા, સમર્પણ અને શ્રદ્ધાના સન્માર્ગે પ્રેરશે.
માનવ ઉત્કર્ષ મહોત્સવ કથાની પોથીયાત્રા તા.1 જૂન, બુધવારે સાંજે 4:30 થી 6:30 દરમ્યાન યોજાશે જે રેસકોર્ષ મેદાનમાં વિરામ પામશે.
માનવ ઉત્કર્ષ મહોત્સવ અંતર્ગત પ્રમુખ રક્તદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે જેમાં જરૂરીયાતમંદ માનવોની સહાય માટે તથા અનેક જીવોની જીંદગી બચાવવા માટે રાજકોટના સર્વે સ્વસ્થ પ્રજાજનો ઉત્સવના દિવસો દરમ્યાન રોજ સાંજે 7 થી 11 મહોત્સવ સ્થળે રક્તદાન કરી શકશે. હાલ રેસકોર્સ મેદાન પર મહોત્સવની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે. જેમાં યુવાનો અને વડીલ સ્વયંસેવકો વિવિધ વિભાગોમાં મહોત્સવની તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે.
માનવ ઉત્કર્ષ મહોત્સવના પ્રેરક વિષયો
દિવસ કથામૃત વિષય
પ્રથમ દિન, તા. 1 જૂન, બુધવાર માનવ જો ધારે તો (તમારી સફળતા-તમારો સંકલ્પ)
દ્વિતીય દિન, તા. 2 જૂન,ગુરુવાર વારસ સાથે વિમર્શ (તમારી સંતતિ – તમારી સંપતિ)
તૃતીય દિન, તા. 3 જૂન,શુક્રવાર મિલે સૂર મેરા તુમ્હારા (તમારા સંબંધો – તમારી સંવાદિતા)
ચતુર્થ દિન, તા. 4 જૂન,શનિવાર હમ ચલે તો હિન્દુસ્તાન ચલે (તમારો દેશતમારું સમર્પણ)
પંચમ દિન, તા. 5 જૂન,રવિવાર ઠાકર કરે તે ઠીક (તમારી સમસ્યા – તમારી શ્રદ્ધા)