માનવજયોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમપાલરા-કચ્છ દ્વારા પાંચ્ દાતાઓનાં સહયોગથી આઠ દિવ્યાંગોને દિપાવલી પર્વ પૂર્વે ટ્રાઇસિકલો અર્પણ કરી માર્ગો ઉપર હરતા-ફરતા કરાયા હતા.
પ્રારંભે સંસ્થાનાં મંત્રી સુરેશભાઇ માહેશ્ર્વરીએ મહેમાનોને મીઠડો આવકાર આપ્યો હતો. પુથ્વીરાજસિંહ જાડેજાએ પ્રસંગ પરિચય આપ્યો હતો. આ પ્રસંગે દાતાઓનું સંસ્થા દ્વારા બહુમાન કરવામાં આવેલ.
રમેશભાઇ માહેશ્ર્વરી, સુરેશભાઇ માહેશ્ર્વરી, પુથ્વીરાજસિંહ જાડેજા,પ્રવિણ ભદ્રા, ભુપેન્દ્ર બાબરીયા, મુરજીભાઇ ઠકકર, કનૈયાલા અબોટીની ઉપસ્થિતિમાં આઠ દિવ્યાંગોને ટ્રાયસિકલો અર્પણ કરાઇ હતી. દિવ્યાંગોએ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી.દાતા સ્વ. મહેતા મોહનલાલ ભગવાનજી પરિવાર વર્ધમાનનગર-કચ્છ હસ્તે રમાબેન શિરિષ મહેતા વર્ધમાનનગર-કચ્છ દ્વારા ૩, રશ્મીબેન અનીલભાઇ મહેતા વર્ધમાનનગર દ્વારા-૧, હરસુખભાઇ ગોવિંદજી ઠકકર દર્શન એન્જીનીયરીંગ ભુજ દ્વારા-૨, સ્વ. રામબાઇ વેલજી હાલાઇ, સ્વ. વાલબાઇ દેવજી પિંડોરીયા હસ્તે વિશ્રામભાઇ વેલજી હાલાઇ માધાપર દ્વારા-૨ એમમળી સંસ્થાને ૮ ટ્રાયસિકલો માટે અનુદાન મળેલ.કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે આભાર વિવિધ શંભુભાઇ જોષીએ કરેલ. વ્યવસ્થામાં આનંદ રાયસોની, રફીકબાવા, દિપેશ શાહ, ઇરફાન લાખાએ સહકાર આપ્યો હતો.