ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના ષષ્ઠં આચાર્ય બહુશ્રુત જશાજી સ્વામીની સ્વર્ગારોહણ શતાબ્દીની ઉજવણી પરમ શ્રદ્ધેય પુ.ધીરગુરુદેવના સાનિઘ્યે ચાલી રહી છે. તે ઉપલક્ષમાં તારીખ ૧૧મી જાન્યુઆરી શુક્રવારે સવારે ૯ કલાકે જશાજી સ્વામીના જીવન પરનું નેમ આર્ટસનું દ્વિ અંક નાટક જયોર્તિધર આદિનાથ નગરી, પીરામીડ એપાર્ટમેન્ટ સામે, અમીન માર્ગ ખાતે ભજવાશે.
શાજી સ્વામી મૂળ મારવાડના ક્ષત્રીયવંશના હતા અને દ્વારકાની યાત્રાએ જતા સમયે રાજકોટમાં માંદગીના કારણે જાત્રા સંઘથી વિખુટા પડી ગયા હતા અને રાજકોટના જૈન સુશ્રાવક મોનજી લાડાનો ભેટો થતા તેમના આગ્રહને વશ થઈ તેમનું આતિથ્ય સત્કાર માણી જૈન ધર્મથી પ્રભાવિત થઈ રાજકોટમાં જ જૈન દીક્ષા લીધી હતી.
ખુબ ટુંકાગાળામાં ઉંડા અભ્યાસ અને વિચક્ષણ પ્રતિભાને કારણે બહુશ્રુતનું બિરુદ પામી આચાર્યપદ પામ્યા હતા. અનેક નાટયાત્મક વળાંકો ધરાવતા આ નાટકમાં જશાજી સ્વામીની ચાર અવસ્થા દર્શાવાઈ છે. મનીષ પારેખના અભિનય, દિગ્દર્શન અને સંગીત સાથેના આ નાટકમાં નેહા પારેખ, વર્ણમ પારેખ, રક્ષિત લશ્કરી, પરેશ વિરાણી, પલ્લવી મહેતા, પ્રતિક સોલંકી, હરેન્દ્ર બેલાણી, કમલેશ ગોસ્વામી, ભાવિક દોશી, મેહુલ ગઢીયા, ભરત બાયલ, સંજય શાહ, આશા શાહ, નિરાલી મોદી, અમિતા મહેતા, યશ્વી મહેતા અભિનય કરી રહ્યા છે.
સંગીત સંચાલન મોયુન શેરસીયા, કલા અને પ્રકાશ આયોજન ચેતન ટાંક, નેપથ્ય જયોતિ મહેતા, મયુર બોરડા, પુજા બુધરાની મેકઅપ રાકેશ કડિયા, નિર્માણ હર્ષદ પારેખ તથા રંગમંચ વ્યવસ્થા કિશોર મહેતા સંભાળી રહ્યા છે. ગીત સ્વરાંકન દિશાની મહેતા, ગીત સ્વર દિશાની મહેતા તથા હાર્દિક રાઠોડ, સંગીત નિયોજન અને સાઉડ રેકોર્ડીંગ નીરજ શાહ, હાર્મની સ્ટુડીયોના છે. નાટય પ્રેરણા પૂ.જશાજી સ્વામી આરાધક સમિતિ, આ નાટય પ્રયોગમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે શ્રાવકો અને નગરજનોને અનુરોધ છે.