- રામનામ રૂપી દિવ્ય ઉર્જાનો થશે સંચાર
- દરરોજ પચાસ હજારથી વધુ ભાવિકો પ્રસાદ લઇ શકે તેવી સુંદર વ્યવસ્થા
- કથા સ્થળે સઘન સુરક્ષા માટે પ્રાઇવેટ સિકયુરીટી, સી.સી. ટીવી કેમેરા, સદ્ભાવના પરિવારના ર000 થી વધુ સ્વંય સેવકો ગ્રાઉન્ડ પર ખડેપગે
સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગરરોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્વિકપર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવનાવૃધ્ધાશ્રમ ઘ્વારા પૂ. મોરારી બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટનાઆંગણે કરવામાં આવેલ છે, રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરુ થઈનેતા. 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ50 હજાર લોકો રામકથા શ્રવણપાન અને ભોજન-પ્રસાદનો લ્હાવો લેશે.
વરિષ્ઠ મોરારીબાપુની સમગ્રપણે 947મી રામકથા યોજાશે. આ રામકથા એધાર્મિક અને આધ્યાત્મિક અનુભવ આપવા માટેનું વિશેષ આયોજન છે. તેમજ કથાશ્રાવકોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે રીતે કથા મંડપમાં પ્રવેશવા માટેના અલગઅલગ પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે.આ રામકથામાં પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપનારઅને ભારતીય કૃષિ સમગ્ર ગુજરાતભરમાં પ્રચાર-પ્રસાર કરનાર, આપણા ગુજરાતનામહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી વૈશ્વિક રામકથા માનસ સદભાવનામાં હાજરીઆપશે.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા રેસકોર્ષ ખાતે રામકથા કાર્યાલયધમધમતું કરાયુ છે. અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે છેલ્લા પંદરદિવસથી કાર્યરત છે, જેમાં સંકલન સમિતિ, આરતી પૂજન સમિતિ, સ્વાગત સમિતિ,સંતોનો સંપર્ક તથા આવકાર સમિતિ, કાર્યાલય સમિતિ,ચા-નાસ્તા વ્યવસ્થા સમિતિ,ખરીદી સમિતિ, કથા પ્રસારણ તથા વ્યવસ્થા સમિતિ, અધિકારીઓને નિમંત્રણ વ્યવસ્થાસમિતિ, સિવિલ વર્ક સમિતિ, વાહન વ્યવસ્થા સમિતિ, પાર્કીંગ વ્યવસ્થા સમિતિ, ભોજનવ્યવસ્થા સમિતિ, પ્રાથમિક સારવાર વ્યવસ્થા સમિતિ, સફાઈ વ્યવસ્થા સમિતિ, પાણીવ્યવસ્થા સમિતિ, ઉતારા વ્યવસ્થા સમિતિ, પ્રચાર-પ્રસાર વ્યવસ્થા સમિતિ, પૂછપરછસમિતિ, મંડપ સ્ટેજ ડેકોરેશન તથા વ્યવસ્થા સમિતિ, મંડપ વ્યવસ્થા સમિતિ, સિકયુરીટીસમિતિ વગેરે સહિત 36સમિતિ ઓનેજવાબ દારીની સોંપણી કરાઈ આ સમગ્રઆયોજનને સુચારૂ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે ત્યારે વિશાળ સંખ્યામાંભાવિકો ભોજન-પ્રસાદ લઈ શકે તે માટે રસોડાની વ્યવસ્થા જેમાં 90 સ180 નાબેડોમ,90 સ140ના ભોજન શાળા અનેસ્ટોરરૂમ, ભાઈઓ અને બહેનો માટે ભોજન-પ્રસાદનીઅલાયદી વ્યવસ્થા, ભાવિકોને અગવડતા ન પડે તે માટે વિવિધ સ્થળે પાર્કિંગ વ્યવસ્થાજેમાં રેસકોર્ષમાં વીવીઆઈપી અને વીઆઈપી પાર્કિંગ,બાલભવન પાસે, એથ્લેટીક ગ્રાઉન્ડપાસે, ઈન્ડોર સ્ટેડીયમ પાસે, રિલાયન્સ પાસે, રેસકોર્ષ ફરતે પીળા પટ્ટાની અંદર,બહુમાળી ભવન પાસે, બાલભવન થી કવિ રંગદર્શન મંચ સુધી, બ્લોક પર (ટૂ વ્હીલરપાર્કિંગ), દશ હજારથી વધુ ખુરશીની વ્યવસ્થા, ક્થાસ્થળે સીનર્જી અને રાજકોટમહાનગરપાલિકાના તબીબી સ્ટાફથી સજજ મેડિકલ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,કથા દરમ્યાન ચા ની પરબ, પાણીની પરબ, ડોનેશન માટેની ઓફીસ, ક્થાસ્થળ ખાતેએમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ ફાયર ગાડી તૈનાત રહેશે.આ ઉપરાંત ભાવિકોનીસુરક્ષા માટે પ્રાઈવેટ સિકયુરીટી, સી.સી.ટીવી કેમેરા, સદભાવના પરિવારના 2000થીવધુ સ્વયંસેવકો ગ્રાઉન્ડ પર વ્યવસ્થા જાળવશે. અને ’સંગીતની દુનિયા’ ગ્રુપ ઘ્વારા સાઉન્ડવ્યવસ્થા સંભાળાશે. ત્યારે વીવીઆઈપી એન્ટ્રી રેસકોર્ષ રીંગ રોડ પર મહિલા પોલીસસ્ટેશનના સામેના ગેઈટ પર રાખવામાં આવેલી છે અને વીઆઈપી એન્ટ્રી એરપોર્ટ રોડસામેના ગેટ પરથી રાખવામાં આવેલી છે.
તેમજ રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાનારી આ કથા માટે બે લાખ ચોરસમીટરમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તા.23મી નવેમ્બરથી શરૂ થનારી આ ક્થાનોસમય સવારે 9:00વાગ્યાથીબપોરે1:30કલાકસુધીનોરહેશે.કથાસ્થળપરએકસાથેએક લાખ લોકો બેસી શકે તેવા 1354561ફૂટ
નાવિશાળત્રણજર્મનડોમતૈયારકરાયાછે. જેમાં ભારતીય બેઠક, વીઆઈપી અને વીવીઆઈપી ઓ સહિતની બેઠક વ્યવસ્થાકરવામાં આવી છે. આ ઉપરાંત કથા શ્રવણ માટે માટે આવનાર હજારો શ્રાવકો માટેભોજન-પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ત્યારે શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આગામી તા.23નવેમ્બર,શનીવારનારોજ સવારે 8-30પોથીયાત્રાઅને સાંજે 4-00થી કથા શ્રવણપ્રારંભથઈતા.24નવેમ્બરથી તા.1ડિસેમ્બર રોજ સવાર ે9:00 થી બપોરે 1:30 સુધી રામાયણરૂપી જ્ઞાનગંગાનું પૂ.મોરારીબાપુ રસપાન કરાવશે. તો આ ભક્તિસભર રામકથા શ્રવણપાન નોલાભ લેવા દરેકધર્મપ્રેમી જનતાને જાહેર નિમંત્રણ પાઠવતા સદભાવના વૃધ્ધાશ્રમ પરિવારની યાદીમાંજણાવેલ હતું.
રૂડા અવસરને હરખભેર વધાવવા ધર્મપ્રેમીઓમાં અમિટ ઉત્સાહ: : વિજય ડોબરીયા
આ તકે સદભાવના વૃધ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયાએ જણાવ્યું હતુંકે, આ રામકથામાં રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજયપાલશ્રી આચાર્યદેવવ્રતજી પધારવાના છે. જયારે સંતો મહંતોમાં બાબા રામદેવ, અવધેશાનંજદી સહિતનાપધારવાના છે. આ ઉપરાંત વિદેશથી પણ અનેક મહાનુભાવો પધારવાના છે. જેમાંઅમેરિકા, લંડન, દુબઈ અને મસ્કત સહિતથી અમારા દાતાઓ અહીં રામકથાનો લાભલેવા માટે આવવાના છે. રાજકોટ એ સેવાનું ધામ બને અને અહીં સદભાવના વૃધ્ધાશ્રમપાંચ હજાર ડિલોને આશરો આપવારૂં સૌથી મોટું ભવન બની રહયું છે તે એક રેકોર્ડ છે.વૃધ્ધાશ્રમ નિર્માણ માટે દાતાઓ તરફથી ખૂબ જ સારો
સહયોગ મળી રહયો છે. રૂા. 1કરોડનું દાન આપનારા મોટી મોટી કંપનીઓના માલિકો પણ કથાના આયોજનમાં કાર્યકર્તાબનીને પોતાની સેવા આપી રહયા છે અને આ સત્કાર્યમાં સહભાગી થઈ રહયા છે. ત્યારેરાજકોટના આંગણે રામકથારૂપી આ રૂડા અવસરને હરખભેર વધાવવા ધર્મપ્રેમીઓભાવિકોમાં અમિટ ઉત્સાહ જોવા મળી રહયો છે ત્યારે આ ધાર્મિકોત્સવને ભવ્યાતિભવ્ય રીતેસફળ બનાવવા આયોજકો, સ્વયંસેવકો ઘ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપઆપવામાં આવી રહયો છે.
રામકથા સેવા સમિતિમાં વિવિધ જવાબદારીઓનું વહન કરી સેવા યજ્ઞમાં સહભાગી થવાનો અવસર મળ્યો છે : હિરેનભાઈ હાપલીયા
સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગરરોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહયું છે તેમજ વૈશ્વિકપર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવનાવૃધ્ધાશ્રમ ઘ્વારા પૂ. મોરારી બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે ક2વામાં આવેલછે .આ વૈશ્વિક રામકથાના આયોજનને ભવ્યાતિ ભવ્ય રીતે સફળ બનાવવા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રામકથા કાર્યાલય કાર્યરત કરાયું છે જેમાં અલગ-અલગ વ્યવસ્થાના ભાગરૂપે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. ત્યારે રામકથાકાર્યાલય ખાતે વિવિધ ઉદ્યોગપતિઓ, દાતાઓ, સામાજિક શ્રેષ્ઠીઓ,પ્રબુધ્ધ નાગરિકો આસેવાકાર્યમાં પોતાનું યોગદાન આપી સહભાગી થઈ રહયા છે. ત્યારે બિલ્ડિંગ વ્યવસાય ક્ષેત્રેખ્યાતિ ધરાવતા હિરેનભાઈ હાપલીયા એ જેઓ સુખસાગર ગ્રુપના સી.ઈ.ઓ. તરીકેજવાબદારી સંભાળે છે તેઓએ રામકથા કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત લીધેલ હતી
આ તકે હિરેનભાઈ હાપલીયાએ સદભાવના વૃધ્ધાશ્રમ ઘ્વારા આયોજિત વૈશ્વિકરામકથાના આયોજનને બીરદાવતા જણાવ્યું હતું કે સદભાવના વૃધ્ધાશ્રમ ઘ્વારા શહેરમાંછેલ્લા આઠ વર્ષોથી વૃધ્ધોની સારસંભાળ, પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ કરીરાજકોટને હરીયાળુ બનાવવાનો પ્રયાસ સરાહનિય છે ત્યારે આ રામકથા દરમ્યાનસદભાવના વૃધ્ધાશ્રમ
ઘ્વારા અધતન વૃધ્ધાશ્રમ, 151કરોડથીવધુવૃક્ષોનુંવાવેતરજેવીસેવાકીય પ્રવૃતિઓને વેગ મળે તે માટે અનુદાનની વધુને વધે સરવાણી ફુટે તેવી રાજકોટનીજનતાને અપિલ કરેલ હતી.
શ્રોતાઓ માટે 13 સ્થળે ટુ વ્હીલરથી લઈ બસ સુધીની પાર્કિંગની વ્યવસ્થા
શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં કલથી પૂ. મોરારિબાપુની રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે. દેશમાંથી શ્રોતાઓ આવનાર છે ત્યારે તેમને વાહન પાર્કિંગને લઈને કોઈ પ્રકારની અગવડ ન પડે તે માટે ટ્રાફિક પોલીસ 13 સ્થળે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.કાર સહિત 6700 વાહન પાર્ક થઈ શકશે.
- પોલીસ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ, બાલભવન, ઈનડોર સ્ટેડિયમ,
- એથ્લેટિક પાઉન્ડ સહિતના સ્થળે વાહન પાર્કિંગની વ્યવસ્થા
- કરવામાં આવી હોવાનું ડીસીપી ટ્રાફીક પૂજા યાદવ અને એસીપી
જે.બી.ગઢવીએ જણાવ્યું હતું સાથે સાથે એમ પણ ઉમેર્યું હતું કે સવારે 9થી 12 દરમિયાન કથા અને સાંજે સાસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે ત્યારે તેમાં ટ્રાફિક પ્રશ્ન કોઈ પ્રકારની અંધાધૂંધી ન ફેલાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે
કયાં સ્થળે વાહન પાર્ક કરવા
- (1)મહીલા પો.સ્ટે. સામેથી ઇમરજન્સી ગેઇટ સામે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં વી.વી.આઇ.પી. પાર્કીંગ કેપેસીટી (ફોર વ્હિકલ)
- (02) મહીલા પો.સ્ટે. થી મેયર બંગલા સુધી ફોર વ્હિકલ પાર્કીંગ ( ફોર વ્હિકલ),
- (03) બાલભવન અંદર જોકર વાળુ ગ્રાઉન્ડ કેપેસીટી ( ટુવ્હિકલ)
- (04) ઇન્ડોર સ્ટેડીયમ ખાતે જનરલ પાર્કીંગ કેપેસીટી (ટુવ્હિકલ)
- (05) એથ્લેટીક ગ્રાઉન્ડ જનરલ પાર્કીંગ કેપેસીટી (ટુ વ્હિકલ)
- (06) બાલ ભવનથી એથ્લેટીક ગ્રાઉન્ડ સુધી બ્લોક પાથરેલ છે ત્યા ( ટુ વ્હિકલ પાર્કીંગ)
- (07) માધવરાવ સીધીયા ક્રીકેટ ગ્રાઉન્ડ ચબુતરા વાળુ ગ્રાઉન્ડ પ્રવેશ બહુમાળી ચોકથી અંદર( ટુ વ્હિકલ)
- (08) બાલભવન મેઇન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીના રોડ ઉપર( ટુ વ્હિકલ પાર્કીંગ)
- (09) ફનવર્ડ સામે સર ગોસલીયા માર્ગ વાળી શેરીમાં પાર્કીંગ ( ટુ વ્હિકલ)
- (10) રૂરલ એસ.પી.ના બંગલા વાળી શેરીમાં ( ટુ વ્હિકલ)
- (11) કિશાનપરા ચોક સાયકલ શેરીંગવાળી જગ્યામાં ( ટુ વ્હિકલ પાર્કીંગ)
- (12) રેસકોર્ષ મેદાન અંદર રમેશભાઇ પારેખ ઓપન થીયેટર સામે ફનવર્ડની દિવાલ તરફ પાર્કીંગ માટે.
- (13) રીલાયન્સ ગ્રાઉન્ડ આયકર વાટીકા પાછળ (બસો)
ઉપરોકત સ્થળોએ ફોરવ્હિકલ, ટુ-વ્હિકલ તથા બસો માટે પાર્કીંગના સ્થળો નક્કી કરવામાં આવેલ હોય જેથી શ્રીરામકથા સાંભળવા આવનાર લોકોએ સદરહુ જગ્યએ વાહન પાર્કીંગ કરવા રાજકોટ શહેર ટ્રાફિક શાખા તરફથી અપીલ કરવામાં આવે છે.
સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર એટલે દર્દીનારાયણની સેવાનું સાચું સરનામું!
રાજકોટ:સદભાવના વૃદ્ધાશ્રમના મેડિકલ સ્ટોરમાંથી માત્ર સાડા પાંચ મહિનાના ટૂંકા ગાળામાં લાખોરૂપિયાનું ડિસ્કાઉન્ટ લોકોને આપવામાં આવ્યું છે,22% થી લઈ 65% સુધી ડિસ્કાઉન્ટ અપાય છે એટલે કે સદભાવના વૃદ્ધાશ્રમ દર્દીનારાયણની સેવા માટે ભગીરથ કાર્ય કરે છે
આ અંગે વાત કરતાં સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરના સંચાલક ભૂપતભાઈ રાદડિયાએ જણાવ્યું કે વિજયભાઈ ડોબરિયાને થોડા મહિનાઓ પહેલા એવો વિચાર આવ્યો કે લોકોનો સૌથી વધુ ખર્ચ બાળકોના શિક્ષણ અને પરિવારના સ્વાસ્થ્ય પાછળ વપરાતો હોય છે ડોક્ટર જે પ્રિસ્ક્રિપ્શન લખી આપે તે દર્દીના પરિવારે લેવી અનિવાર્ય બની જાતી હોય છે પણ એ ખર્ચ બહુ મોટો હોય છે આથી સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પડતર કિમતે દવા અને સર્જીકલ સાધનોનું વેચાણ કરતો એક મેડિકલ સ્ટોર શરૂ કરવો એવો નિર્ધાર કર્યો અને ગત જૂન મહિનામાં નાના મવા સર્કલ પાસે આ મેડિકલ સ્ટોર શરૂ કર્યો
તેમણે એમ પણ કહ્યું કે રાજકોટમાં હજુ વધુ મેડિકલ સ્ટોર કરવાની અમને ડિમાંડ આવી રહે છે અને આ બાબતે અમારી કમિટી વિચારણા પણ કરી રહી છે કારણ કે અત્યારે જે જગ્યા છે તે ટૂંકી પડવા લાગી છે અને અમારો 35 લોકોનો સ્ટાફ પણ પહોંચતો નથી.અમારી પાસે રાજકોટ ઉપરાંતના
શહેરોમાં પણ મેડિકલ સ્ટોર શરૂ કરવાની ડિમાંડ થઈ રહી છે ત્યારે રાજકોટમાં વ્યવસ્થિત સેટ-આપ ગોઠવાયાં પછી અન્ય શહેરો માટે વિચારણા કરીશું
- પોથીયાત્રામાં લોકોનો સુર, તાલ, લય અને નૃત્ય બનશે આકર્ષણનું કેન્દ્ર
- નયનરમ્ય રંગોળી, ફૂલોથી સુશોભન, હાથી, ઘોડા સાથે 1100 બહેનો પોથીઓને મસ્તક પર લેશે
સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પૂ.મોરારી બાપુની વૈશ્ર્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા.23 નવેમ્બરથી શરૂ થઈને તા.1 ડિસેમ્બર સુધી ચાલશે. દ22ોજ 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે.
આ વૈશ્ર્વિક રામકથાની શરૂઆત પૂર્વે તા.23 નવેમ્બરે ભવ્ય પોથીયાત્રા નીકળશે. આ પોથીયાત્રા સવારે 8:30 વાગ્યે વિરાણી હાઈસ્કુલ, ગ્રાઉન્ડથી શરૂ કરી હેમુ ગઢવી હોલ, દસ્તુર માર્ગ, ડો. યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ફનવર્લ્ડ, બહુમાળી ભવન, પોલીસ હેડ કવાર્ટર ચોકથી રેસકોર્ષ ગ્રાઉન્ડ કથા સ્થળ પહોંચશે. આ પોથીયાત્રામાં બે હજાર મહિલા ભક્ત બહેનો રામચરિત માનસની પોથીઓને પોતાના મસ્તક ઉપર ઉઠાવશે. સાથે ડી.જે. બેન્ડની સુરાવલિઓ, નાશીક ઢોલ, તરણેતરની રાસમંડળીઓ, બગીની જમાવટ, હાથી, ઘોડા સાથે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ વૈશ્ર્વિક રામકથામાં પધારેલ સંતો-મહંતો, અલગ અલગ બગીઓમાં શહેરની ધર્મપ્રેમી જનતાને દર્શનનો લ્હાવો આપશે સાથોસાથ હાથી, ખુલ્લી જીપ, બુલેટ, વિન્ટેજ કાર તેમજ જાંબુર ગીરનું પ્રખ્યાત સીદી લોકોનું નૃત્ય ધમાલ પણ આ પોથીયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ પોથીયાત્રામાં પ્રદર્શન ફલોટ્સ, વાનર સ્વરૂપ, બાહુબલી હનુમાન સ્વરૂપ, રામ સ્વરૂપ, દેવી-દેવતાઓ સ્વરૂપ, મીક્કી માઉસ કલોન સાથે વિશાળ ભક્તવૃંદ આ પોથીયાત્રાની શોભામાં અભિવૃધ્ધિ કરશે. ધાર્મિક સંગીત, રંગોળીની સજાવટ, નયનરમ્ય ફુલોથી સુશોભન સાથે શાસ્ત્રોની ભવ્ય રજુઆત સાથે શ્રધ્ધાળુઓ રથ સાથે ભજન-કિર્તનની જમાવટ કરશે અને સર્વત્ર ‘જય જય શ્રી રામ’ નો નાદ ગુંજી ઉઠશે અને સ્કાઉટ ગાઈડના 25 બહેનો મશાલ સાથે પોથીયાત્રાની શરૂઆત કરશે, સાથે એન.સી.સી.ની 25 બહેનો ધ્વજ સાથે પોથીયાત્રાની શરૂઆત કરશે. જેના ક્ધવીનર ભરતભાઈ પરમાર રહેશે. આ પોથીયાત્રામાં યુનિવર્સલ સ્કુલના બાળકો જિલ્લા પંચાયત ચોકમાં રામાયણ પ્રસંગોની થીમ 2જુ ક2શે. ત્યારે આ પોથીયાત્રા હિન્દુ પરંપરામાં ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો પ્રત્યે શ્રધ્ધા અને આદર દર્શાવવાનો વિશિષ્ટ પ્રચાર છે. જ્યારે કોઈ કથા,યજ્ઞ કે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે, ત્યારે પોથીયાત્રા દ્વારા શાસ્ત્રોને સન્માનપૂર્વક સભાન કરવામાં આવે છે. પોથીયાત્રા ધર્મ અને સમાજના સાંસ્કૃતિક એકતાનું પ્રતિક છે. યાત્રા થકી લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ ઉત્પન્ન થાય છે. આ યાત્રા થકી સમૂહ પ્રાર્થના, ભજન કિર્તન અને સંસ્કૃતિના પ્રચાર માટે પણ માર્ગદર્શન મળે છે અને સામુહિક રીતે એક દિવ્ય ઉર્જાનો સંચાર થાય છે. આ પોથીયાત્રાને સફળ બનાવવા સમગ્ર ટીમ છેલ્લા એક મહિનાની જહેમત ઉઠાવી રહી છે અને શહેરીજનો પણ વિશાળ સંખ્યામાં આ પોથીયાત્રામાં જોડાઈ આ ધર્મોત્સવને માણવા આતુર છે. ત્યારે આવતીકાલે પોથીયાત્રામાં ભાવિકોના ‘જય જય શ્રી રામ’ના નાદથી રાજકોટનું ગગન ગુંજી ઉઠશે.
ત્યારે આ પોથીયાત્રાના આયોજન માટે પોથીયાત્રાના મુખ્ય ક્ધવીનર કિશનભાઈ ટીલવા, વિપુલભાઈ પાનેલીયા તથા નિતેશભાઈ ચોપડા, અજયભાઈ રાજાણી, મોહિતભાઈ કાલાવડીયા, યોગીનભાઈ ચનીયારા, દીપકભાઈ કાચા, ભાવેશભાઈ જોષી, જય ગજ્જર, કશ્યપ મેંદપરા, ભરતસિંહ પરમાર, વિપુલભાઈ છેલલ્યા, વિલાસબેન રૂપારેલીયા, ચંદ્રીકાબેન ચોવટીયા, રશ્મિબેન નોંધણવદરા, જયોત્સનાબેન પેથાણી, મધુબેન ચોવટીયા, કિરણબેન માકડીયા, માલતીબેન સાતા, દિવ્યાબેન ઉમરાળીયા, પલ્લવીબેન જોષી, દેવાંગીબેન મૈયડ, દક્ષાબેન વાઘેલા, સેજલબેન ચૌધરી સહિતના પ્રેસ મુલાકાત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને રાજકોટનાં લોકો તેમજ જુદા-જુદા સ્થળેથી વૈશ્ર્વિક રામકથાનું રસપાન કરવા આવેલા શ્રાવકોને ભવ્યાતિભવ્ય પોથીયાત્રામાં જોડાવવા જાહેર નિમંત્રણ પાઠવેલ હતું.