રાજકોટમાં વિજય હઝારે વન-ડે ટુર્નામેન્ટના અન્ય બે મેચોમાં ઉત્તરાખંડે કેરેલને આપ્યો
224 રનનો લક્ષ્યાંક અને મધ્યપ્રદેશે છત્તીસગઢને આપ્યો 192 રનન વિજય લક્ષ્યાંક
બીસીસીઆઈની વિજય હઝારે વન ડે ટુર્નામેન્ટનાં ત્રણ મેચો આજે રાજકોટ ખાતે રમાઈ રહ્યા છે. જેમાં બેટસમેનોને યારી આપતી માધવરાવ સિંધ્યા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચંદીગઢના ઓપનર મનન વ્હોરાએ આક્રમક સદી ફટકારી હતી. ચંદીગઢની ટીમે મહારાષ્ટ્રની અંતિમ લીગ મેચ જીતવા માટે 310 રનનો તોતીંગ લક્ષ્યાંક આપ્યો છે. ઈલાઈટ-ડી ગ્રુપના અન્ય બે મેચોમાં ઉત્તરાખંડની ટીમે કેરલા સામે 225 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. જ્યારે મધ્યપ્રદેશની ટીમે છત્તીસગઢને 192 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
માધવરાવ સિંધ્યા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલા મહારાષ્ટ્ર સામેની મેચમાં ચંદીગઢ ટોસ હારીને બેટીંગમાં આવ્યું હતું. કેપ્ટન મનન વ્હોરાએ 139 બોલમાં 6 સિકસર અને 13 બાઉન્ટ્રીની મદદથી 141 રન ફટકાર્યા હતાં. અરસલ ખાને 87 રન અને અંકીત કૌશીકના 56 રનની મદદથી ચંદીગઢે નિર્ધારિત 50 ઓવરમાં 309 રનનો તોતીંગ ઝુમલો ખડકી મહારાષ્ટ્રને અંતિમ લીગ મેચ જીતવા માટે 310 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્ટેડિયમ ખાતે અલગ અલગ બે ગ્રાઉન્ડમાં ચાર ટીમો વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. જેમાં ઉત્તરાખંડની ટીમે પ્રથમ દાવમાં 9 વિકેટના ભોગે 224 રન બનાવ્યા છે. ઓપનર જય બીસ્તા સદી ચુકયો છે તે 93 રને આઉટ થયો હતો. આ ઉપરાંત ડીકશાંતુ નેગીએ 52 રન ફટકાર્યા હતાં. 225 રનના લક્ષ્યાંક સામે આ લખાઈ રહ્યું છે ત્યારે કેરેલાની ટીમે 24 ઓવરમાં 149 રન બનાવી 4 વિકેટ ગુમાવી દીધી છે. મેચ રમોચંક તબક્કામાં પહોંચી ગયો છે. અન્ય એક મેચમાં આજે મધ્યપ્રદેશ અને છતીસગઢ વચ્ચે મુકાબલો ખેલાઈ રહ્યો છે. જેમાં પ્રથમ બેટીંગ કરતાં મધ્યપ્રદેશની ટીમ માત્ર 191 રનમાં ઓલ આઉટ થઈ ગઈ છે. એક માત્ર સુભમ શર્મા સિવાય મધ્યપ્રદેશનો કોઈ બેટસમેન છતીસગઢના બોલરોનો સામનો કરી શકયો ન હતો. સૌરાષ્ટ્ર પણ આજે પોતાનો અંતિમ લીગ મેચ દિલ્હી સામે રમશે. ઈલાઈટ ગ્રુપ સી માં સૌરાષ્ટ્ર પોતાની ચારેય લીગ મેચ જીતી હાલ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે.