થાપણદારોના ખાતામાં વ્યાજ સહિત નાણા જમાં કરી દીધી છે: સી.ઈ.ઓ સખીયા
રાજકોટ જિલ્લા આર.ડી.સી. બેંકની વાળોદર શાખામાં થાપણદારોના નાણા કેશીયર બારોબાર પોતાના ને મળતીયાઓનાં ખાતામાં જમા કરાવી દેની ઘટનામાં બેંકના મેનેજર અને કેશીયર બંને સસ્પેન્ડ કરી દઈ થાપણદારોના ખાતામાં તેની વ્યાજ સહિતના નાણા જમા કરીદેવામાં આવ્યા છે.
આ અંગે જિલ્લા બેંકના સી.ઈ.ઓ વી.આર.સખીયાએ જણાવેલકે જીલ્લાની વાળોદર શાખાના કેશીયર વિકાસ રતીલાલ લાખાણીએ બેંકના 20 જેટલા ખાતેદારોની 71.43 લાખ રૂપીયા બેંકમાં જમા કરાવાને બદલે પોતે અંગત ઉપયોગમાં વાપરી નાખવાનું ધ્યાનમાં આવતા કેશીયર વિકાસ લાખાણી અને બ્રાન્ચ મેનેજર રાજુભાઈ રાવલને સસ્પેન્ડ કરી બેંકના કેશીયર વિકાસ લાખાણીએ તમામ ખાતેદારના નાણાં વ્યાજ સાથે તેમના થાપણદારોના ખાતામાં જમા કરી દીધી હતી આ અંગેની પોલીસ ફરિયાદ પણ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં હંગામી ધોરણે નાણા ઉચાપત કરવાની દાખલ કરી દેવામા આવી હતી. આથી બેંકના થાપણદારોએ કોઈ ગભરાવાની જરૂર નથી તેમના તમામ નાણા સહી સલામત બેંકમા જમા છે.