નાના વેપારીઓ પર પરોણા: ઉશ્કેરાયેલા નાના ધંધાર્થીઓએ મ્યુનિ. કમિશનર સમક્ષ ઉગ્ર રજુઆત કરી
જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં સરકારના આદેશ અનુસાર દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે પણ આ ઝુંબેશ ફકત અને ફકત નાના વેપારીઓ અને માટે હોય તેવી જૂનાગઢની જનતાને લાગી રહ્યું છે. જુનાગઢ મહાનગરપાલિકામાં બેસતા પ્રજાના પ્રતિનિધિઓએ ઘણા બધા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા હોય તંત્રની મીઠી નજરતળે આ લોકોએ અથવા તો અન્ય લોકોને સહકાર આપી માથે રહીને ગેરકાયદેસર બાંધકામ ઉભા કરી માર્જીનની જગ્યા તેમજ પાર્કિંગની જગ્યા પચાવી પાડી છે. જેના કારણે આજે શહેર ભયંકર ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. લારીગલ્લાવાળાઓને હટાવવા માટે કમિશનરે દબાણ હટાવ શાખાનો આદેશ કરતા ઉશ્કેરાયેલા નાના વેપારીઓ મનપાખાતે સામાજીક આગેવાન ધર્મેશ પરમારની આગેવાનીમાં પહોંચી કમિશનરને ઉગ્ર રજુઆત કરી હતી.
આ અંગે વિસ્તૃત વિગત અનુસાર સરકારના આદેશને અનુસરીને જુનાગઢ મનપા વિસ્તારમાં નાના વેપારીઓના હટાવી મહાનગર પાલિકા કાર્યવાહી કરી રહી છે ત્યારે ૧૮૦થી વધુ નિતી નિયમોને નેવે મુકી નવા બાંધકામ થયા છે. જેમાં માર્જીન કે પાકિર્ંંગની જગ્યા છોડાય નથી. તેમજ આ જગ્યાથી વધારે ઓટલાઓ બનાવાયા છે અને જો આ જગ્યા ખુલ્લી કરવામાં આવે તો શહેરની મોટાભાગની ટ્રાફિક સમસ્યા હલ થઈ જાય તેમ છે. આ ઉપરાંત ગેરકાયદેસર બાંધકામમાં ઘણા બધા ભાજપના કોર્પોરેટરો પણ સામેલ છે તેવી વાત પણ આ વેપારીઓની આગેવાની લેનાર સામાજીક આગેવાન ધર્મેશ પરમારએ ઉચ્ચારી હતી.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, મનપાના અધિકારીઓ પહેલા આ દબાયેલી જગ્યા ખુલ્લી કરાવે બાદમાં જો ટ્રાફિકને અડચણ‚પ હશે તો સ્વૈચ્છિક રીતે લારી ગલ્લા હટાવી લેવામાં આવશે. નાના ધંધાર્થી પર સતત કાયદાઓ અને નિતી નિયમોના પરોણા વિંજતી મનપા બાંધકામ ઉધોગના મોટામાથાઓથી શા માટે લાજ કાઢી રહી છે તેવો હાલ વૈદ્યક સવાલ જુનાગઢવાસીના જનમાનસ પર છવાઈ ગયો છે.