દિવાળીને લઇને જવેલરી, કપડા, સુશોભન સહિતની વસ્તુઓ પ્રદર્શિત કરાઇ
રાજકોટ ખાતે માણિભદ્ર બિઝનેસ બાઝારનું આયોજન તા.૧૯ અને ર૦ બે દિવસ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જવેલરી, કપડાં, દિવાળીને લઇને સુશોભનની વસ્તુઓ સહીતની વસ્તુઓ પ્રદર્શીત કરવામાં આવી છે. ર૦ થી વધુ એકઝીબીટરો એ એકઝીબીશનમાં ભાગ લીધો હતો. આ એકઝીબીશનમાં બહોળી સંખ્યામાં લોકો ઉ૫સ્થિત રહ્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન એકઝીબીટર કિંજલબેન મહેતાએ જણાવ્યું હતું કે આજે પેટરીયા સ્યુટ ખાતે મણિભદ્ર દિપાલી બાઝારનું આયોજન કરવામાં આવ્યું છે. અમે ઇમીટેશન જવેલરીની તમામ વસ્તુઓ રાખી છે. જેમાં વીંટી, ઇયુરીંગ સહીતની ઘણી બધી વસ્તુઓ પ્રદશીત કરી છે. આજે અને કાલે એમ બે દિવસ દરમિયાન અમને કસ્ટમરોનો સારો પ્રતિસાદ મળશે. કારણ કે આજે જ ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન મનીષભાઇ પારેખએ જણાવ્યું હતું કે મણિભદ્ર દિવાળી બાઝારનું આજે અમે આયોજન કર્યુ છે. તે બિઝનેસ ટુ બીઝનેસ બિઝનેસ ટુ કસ્ટમર્સ તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે અમે ટેગલાઇન આપી છે કે અમારો સંકલ્પ છે શોપીંગ હવે ઓફ લાઇન અને સંબંધો રહે ઓનલાઇન એકઝીબીશનમાં ઘણા બધા એકઝિટરોએ ભાગ લીધો છે જેવા કપડાં, જવેલરી ફુડ સહીતની વસ્તુઓ રાખવામાં આવી છે. ખુબ જ મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન શિતલ બેંગર્સના શિતલબેન વસાએ જણાવ્યું હતું કે હું છેલ્લા ર૦ વર્ષથી બેગર્સ નું કરું છુે શોખ ખાતર ચાલુ કયુૃ હતું ત્યારે હવે ખુબ જ સારું નામ થયું છે.
આમે મણિભદ્ર દિપાવલી એકઝીબીશનમાં મે ભાગ લીધો છે. મારી પાસે બેગસમાં અવનવી ડિઝાઇનો વાળી ટ્રાવેલીંગ અને કપબોર્ડ માં વ્યવસ્થિત રડી શકે તેવા બેગર્સ છે.
જેમાં ૮૦ થી શરુ કરું પ૦૦૦ રૂ. સુધીની વસ્તુઓ મળે છે. ટ્રાવેલીંગ કીટ, ટ્રાવેલીંગ બેગ સ્ટોરેજ બેગ વગેરે ઉપલબ્ધ છે. અને કસ્ટમાઇલ પણ કરી આપું છું કસ્ટમરનો સારો રિસપોન્સ અમને મળી રહ્યો છે.