જામનગર શહેરમાં ધારાધોરણ વગર કેરી પકવતા એક વેપારીને ત્યાંથી ૪૦૦ કિલો કેરી જપ્ત કરીને તેનો સ્થળ પર મ્યુનિ. તંત્રની ફુડ શાખાએ નાશ કરાવ્યો છે.
ઉપરાંત શહેરમાં ૧૮ સ્થળોએ ચેકીગ હાથ ધર્યુ હતું. જેમાંથી માત્ર બે સ્થળેથી કુલ ૮ કિલો વાસી ખોરાક મળી આવતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો.
મ્યુ. કોર્પો.ની ફુડ શાખા દ્વારા ગઇકાલે સુભાષ માર્કેટમાં ઇરફાન કાદરભાઇને ત્યાં ચેકીંગ કરવામાં આવતાં તેના ગોદામમાં ધારાધોરણ મુજબ ઇથીલીનના પાઉચ ધારાધોરણ પ્રમાણે ન મુકાયા હોવાથી ૪૦૦ કિલો કેરી જપ્ત કરીનેફુડ શાખાની ટીમે રીક્ષા મારફત મ્યુ. કોર્પો. ના ડમ્પીંગ પોઇન્ટ ખાતે તેને મોકલીને તેનો નાશ કરાવ્યો હતો.
આ ઉપરાંત મ્યુ.ટીમે ૧૮ ફાસ્ટ ફુડના ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી હતી જેમાંથી માત્ર બે જ ધંધાર્થીઓને ત્યાંથી ૮ કિલો વાસી ખોરાક મળ્યો હતો. તંત્રએ સીબેરો ફુડઝમાથી પાંચ કિલો સમોસા અને પુજા ફાસ્ટ ફુડમાંથી ત્રણ કિલો વાસી મંચુરીયનનો નાશ કરાવ્યો હતો. તંત્ર દ્વારા વ્યાપક કાર્યવાહી છતાં માત્ર બે ને ત્યાંથી જ વાસી ખોરાક ઝડપાયો તે નોંધનીય છે.