- તાલિમ પામેલા શ્વાન માનવીને સુંઘીને કેન્સર, કોરોના કે ડાયાબિટીસ જેવી બિમારી જાણી શકે છે: આજે ડોગની નાની મોટી વિવિધ પ્રજાતિઓ પાળે છે: આપણાં જીવનમાં શ્વાન એક મહત્વ પૂર્ણ ભૂમિકા નિભાવે છે
- આપણા ભારતમાં પાલતું ડોગ સાથે સ્ટ્રીટ ડોગને પણ એટલો જ પ્રેમ કરાય છે: કેટલાક લોકો સિકયુરીટી માટે ખુંખાર મોટી બ્રીડના શ્વાન પાળે છે: ચો પગા પ્રાણીઓ સદીઓથી માનવ જાતના મિત્ર રહેલ છે
- પાલતું ડોગને પરિવારના સભ્યની જેમ રાખતા લોકોએ પોતાના શ્વાનના સોશિયલ મીડિયામાં તેના એકાઉન્ટ પણ ખોલ્યા છે: વિશ્ર્વમાં આજે 1100 થી વધુ પ્રજાતિના શ્વાન લોકો પાળી રહ્યા છે
- પાલતું શ્વાન માલિકની સુચના સાથે ઘણી બધી ઓબિડયન્સી સ્કીલમાં પાવર ફૂલ હોવાથી તેના માલિકને ગર્વ થાય છે
બાળથી મોટેરાને શ્વાન પ્રત્યે લગાવ હોય છે. પોતાના પાલતું જાનવરો પરત્વે માનવી પોતાના પુત્ર કરતાં પણ વિશેષ પ્રેમ કરતાં હોય છે. તેની સારસંભાળ સાથે વેકસિનેશન આહાર ઉછેર બાબતે માલિક હમેશા તકેદારી રાખીને પોતાના લાડલા શ્વાનને ઉછેરે છે.
સમગ્ર વિશ્ર્વમાં ‘વિશ્ર્વ શ્વાન દિવસ’ તરીકે પણ ઉજવણી કરાય છે. વર્ષોથી કાર્યરત અમેરિકન પેટ પ્રોડકટસ એસોસિયન (અઙઙઅ) શ્વાનને સન્માન આપવા વૈશ્ર્વિક ઉજવણી કરે છે. વર્ષોથી માનવી સાથે રહેતા અને માનવીનો સાચો મિત્ર શ્વાન પોતાના ઘણા બધા ગુણો સારી ટેવને કારણે પ્રિય છે. ખાસ તો નાના બાળકોને આ શ્વાન ખુબ જ ગમે છે.
પાલતું ડોગને પરિવારના સદસ્યની જેમ રાખે છે. સોશ્યલ મીડીયામાં તેના એકાઉન્ટ પણ ખુલવા લાગ્યા છે. પાલતું શ્વાન માલિકની સુચનાનો અમલ સાથે ઘણી બધી ઓબિડયન્સી સ્કીલમાં પાવર ફૂલ હોવાથી તેના માલિકને ગર્વ થાય છે. વિશ્ર્વભરમાં 1100 થી વધુ પાલતું જાનવરને માસણ પોતાના ઘરે પાળી રહ્યો છે. જેમાં ડોગ કેટ પોપટ વિગેરેનો સમાવેશ થાય છે. લશ્કરમાં આજના યુગમાં તેની ઘણી અગત્યતા વધી હોવાથી બેલ્જિયમ માલીનોસ જેવી ઘણી બ્રીડ જોવા મળે છે જેને ખુબ જ શ્રેષ્ઠ તાલિમ અપાય છે.
જનાવર એ સદીઓથી માણસ જાતના મિત્ર રહેલ છે. લોકો જુદા જુદા પાલતું જાનવર રાખવાનો શોખ હોય છે. ઘણાં લોકો એનિમલ લવર પણ હોય છે. એટલે પાળે છે તો અમુક પોતાના સ્ટેટસ માટે પાળતા હોય છે. આજે કેટલાય શ્વાન સેલેબ્રીટી જેવી ઓળખ ધરાવે છે. ફિલ્મ સ્ટારોમાં પણ ડોગ પાળવાનો જબ્બર ક્રેશ છે.
આપણૉ ભારતમાં પાલતું ડોગ સાથે સ્ટ્રીટ ડોગને પણ એટલો જ પ્રેમ કરાય છે. માંદગી, આહાર વિગેરેમાં તેનો પણ આસપાસના લોકો સંપૂર્ણ મદદ કરે છે. આપણાં ક્રિકેટર વિરાટ કોહલી પણ ડોગ લવર છે તેને બિગલ ડોગ બ્રીડ રાખેલ છે. કેટલાક લોકો પોતાની સિકયુરીટી માટે પણ ખુંખાર મોટી બ્રીડના શ્વાન પાળે છે.ઇતિહાસ જોઇએ તો માનણે 30 હજાર વર્ષ પૂર્વે પાલતું શ્વાન પોતાની સાથે રાખવાનું શરુ કયુૃ હતું. શ્વાનનો મોટો ફાયદો એ છે કે તે માલિકના આદેશ અનુસાર વર્તન કરે છે, અને ડીસીપ્લીનમાં રહે છે. શ્વાન માનવીને સુધીને જ કેન્સર, ડાયાબીસટીસ અને અન્ય બિમારીઓ જાણી શકે છે. શ્વાન જુદા જુદા 10 થી વધુ પ્રકારના અવાજો કાઢી શકે છે. શ્વાન લશ્કરમાં પણ મહત્વની કામગીરી કરે છે.શ્વાનની અલગ અલગ પ્રજાતિમાં લેબ્રાડોર પગ, બેલ્જિયમ શેફર્ડ, જર્મન શેફર્ડ, ગ્રેટડેન, બોકસર, ડોબરમેન, પોમેરિયન, બિગલ, ચાવચાવ, મેસ્ટીફ, પીરાન્હેન ડેન, હસ્કી, લાસા, જેવા વિવિધ પ્રજાતિના ડોગ હોય છે.
ડોગ લવર કલબ હેલ્પલાઇન
રાજકોટમાં ડોગલવર કલબની હેલ્પલાઇન ચાલે છે. જેમાં ડોગ વિશેનું માર્ગદર્શન ટ્રીટમેન્ટ, આહાર, ઉછેર જેવી માહિતી વિનામૂલ્યે અપાય છે. જેના મોબાઇલ નંબર 98250 78000 તથા 98249 07431 છે.’
બોલીવુડના કલાકારોનો શ્વાન પ્રેમ
આપણી ફિલ્મ દુનિયાના કલાકારોમાં શ્વાન પ્રેમ નિહાળો છે. કેટલીક ફિલ્મોમાં શ્વાનની ભૂમિકા પણ મહત્વની જોવા મળી રહી છે. જાણીતા કલાકારો પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, જેકલીન ફર્નાન્ડીસ, મલાઇકા અરોરા, અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, ઋત્વિક રોશન, સલમાનખાન, અમિતાભ બચ્ચન, અજય દેવગન, સોનાક્ષી સિંહા, શ્રઘ્ધા કપૂર, વરૂણ ધવન, સોનમ કપૂર, સની લિયોની જેવા વિવિધ સ્ટારો પાસે શ્વાન છે. ઘણી ફિલ્મોમાં પણ તેનો મહત્વનો રોલ જોવા મળે છે.
શ્વાનની અજાણી વાતો
મનુષ્યો લગભગ 30 હજાર વર્ષથી શ્વાન પાળે છે. શ્વાન વિવિધ બિમારીને પણ ઓળખી લે છે, તેની સુંધવાની શકિત પાવર ફુલ હોય છે. તે જુદા જુદા 10 થી વધુ પ્રકારના અવાજો કાઢી શકે છે. ઇતિહાસ જોઇએ તો તે ‘ભેડિયા’ ના પૂર્વ જો એક જ હતા, તેથી જ તે બન્નેનું 99.99 ટકા ડી.એન.એ. સરખુ જોવા મળે છે. માનવીનું લોહી જેમ ચાર પ્રકારનું હોય તેમ શ્ર્વાના લોહીના 13 પ્રકાર હોય છે. ‘પીટબુલ’ નામની શ્વાન પ્રજાતિ સૌથી ખતરનાક હોય છે. અમેરિકામાં તેને પાળવાની મનાઇ છે. તેના હુમલાને કારણે માણસોના મૃત્યુ થાય છે. દુનિયાના 10 સૌથી ખતરનાક ડોગમાં આ બ્રીડ પ્રથમ નંબરે છે. શ્વાનની આંખની રોશની વધુ તેજ હોય છે. અંતરિક્ષમાં પણ સૌ પ્રથમ રશિયાનો ડોગ ‘લૈકા’ ગયો હતો. ગ્રીક અને બલ્ગેરીયામાં એક યુઘ્ધ એટલા માટે થયું હતું કે ગ્રીકનો શ્વાન બલ્ગેરીયાની બોર્ડર ક્રોસ કરી હતી. આજે કેટલાક શ્ર્વાનો સેલિબ્રીટી જેવી ઓળખ ધરાવે છે.